- ગુજરાતનો એક વિદ્યાર્થી સુપ્રીમમાં જતા છેલ્લા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા અટકાવી
- 76 જેટલા વિદ્યાર્થીઓએ તો ફી ભરી પ્રવેશ કન્ફર્મ પણ કરાવી દીધો હતો
- સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રવેશ કાર્યવાહી પર સ્ટે આપવામાં આવ્યો છે
આયુર્વેદમાં પ્રવેશના 10માં રાઉન્ડની કાર્યવાહી દરમિયાન ગુજરાતનો એક વિદ્યાર્થી સુપ્રિમ કોર્ટમાં જતા પ્રવેશ કાર્યવાહી અટકી પડી છે. 10માં રાઉન્ડમાં કુલ 228 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામા આવ્યો હતો, જેમાથી 76 જેટલા વિદ્યાર્થીઓએ તો ફી ભરી પ્રવેશ કન્ફર્મ પણ કરાવી દીધો છે. બીજી તરફ સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રવેશ કાર્યવાહી પર સ્ટે આપવામાં આવ્યો છે.
આયુર્વેદ કોલેજોની મોડી મંજુરી આવવાના કારણે 228 બેઠકો માટે 10મો રાઉન્ડ કાર્યવાહી કરાઈ હતી. સમિતિએ 10માં રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે 228 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવી દીધો હતો. 76 જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ કર્ન્ફ્મ પણ કરાવી દીધો હતો. આ રાઉન્ડમાં અગાઉ બેઠક ઓફ્ર થઇ છે તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવવાની સુચના અપાઈ હતી.
બીજીબાજુ 9મા રાઉન્ડમાં એક વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો ન હોવાથી પોતાને 10 રાઉન્ડમાં તક કેમ ન આપવામાં આવી તે મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રીટ કરી દીધી હતી. આ વિદ્યાર્થીએ ખાસ કરીને ગુજરાતની બેઠકો અને પ્રવેશ સમિતિને લઇને રીટ કરી હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપી દેવાયો હતો. સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળતાં સમિતિ દ્વારા તમામ કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.
બીજીબાજુ સુપ્રીમ કોર્ટમાં આગળની સૂનાવણી માટે પહેલા 8મી જાન્યુઆરીની મુદત આપવામાં આવી હતી. આયુષ મંત્રાલય દ્વારા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 31મી ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી છે.


