- AMC સંચાલિત ICDS વિભાગમાં પોલંપોલ
- મહિલા કાર્યકરો પાસેથી નાણાં રિકવર કરાશે
- કુલ 482 કાર્યકરોને રૂ. 2.83 કરોડની રકમ ચૂકવાઈ
AMC સંચાલિત 5 મહિલા આંગણવાડી કાર્યકરોને ખોટી રીતે ગેજ્યુઇટીની રકમ આપી દેવામાં આવવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેના પગલે મ્યુનિ. દ્વારા ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફ્સિરને નોટીસ આપી નાણાંકીય ઉચાપત બદલ તેની સામે પોલીસ ફરિયાદ કેમ ન કરવી ? તે અંગે CDPOનો ખુલાસો માંગવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં નિયમ મુજબ નિમણૂંક નહીં કરાયેલ 5 મહિલા આંગણવાડી કર્યકરોને ગ્રેજ્યુઈટી પેટે રૂ. 50,000થી રૂ. 2.50 લાખ જેટલી રકમ ચૂકવવામાં આવી હોવાનું ધ્યાન પર આવ્યું છે અને તેમની પાસેથી નાણાં રિકવર કરવાની હિલચાલ હાથ ધરાઈ છે. AMC સંચાલિત આંગણવાડીઓ અને ICDS વિભાગમાં પોલંપોલ ચાલી રહ્યું હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આ કૌભાંડ સામે આવ્યા બાદ મ્યુનિ. દ્વારા તમામ 482 જેટલા લાભાર્થીઓ પાસે તેમના એપોઇન્ટમેન્ટ લેટર અને તેમની નિવૃત્તિના પત્રોની નકલ મંગાવવામાં આવી છે. જેથી અન્ય કોઇપણ આવી વ્યક્તિને નાણાં ચૂકવાઇ ગયા હોય તો તેની હકીકત સામે આવી શકે. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ 482 આંગણવાડી કાર્યકરોને નિવૃત્તિના લાભ તરીકે ગ્રેજ્યુઈટી પેટે કુલ રૂ. 2.83 કરોડ જેટલી રકમ ચૂકવાઈ હતી.
રાજ્ય સરકારે, એક વર્ષ પહેલાં ગ્રેજ્યુએટી ચૂકવવાનો નિયમ જાહેર કરતાં 482 મહિલા આંગણવાડી કાર્યકરોને રૂ. 2.83 કરોડની ગ્રેજ્યુઇટી ચૂકવાઈ હતી. જોકે, જે આંગણવાડી મહિલા કાર્યકરની નિયમ પ્રમાણે નિમણૂક થઇ હોય અને નિવૃત્ત થઇ હોય તેમને જ ગ્રેજ્યુઈટીની રકમ ચૂકવવાની હતી.


