- એક જીપમાં 40 કરતા વધારે પેસેન્જર ભર્યા
- ઈડર વડાલી હાઇવે પરના વીડિયો વાયરલ
- થોડા પૈસાની લાલચમાં જોખમી સવારી
સાબરકાંઠામાં મોતની સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જીપમાં મજૂરી માટે લટકીને જતું યુવાધન દેખાઇ રહ્યું છે. એક જીપમાં 40 કરતા વધારે પેસેન્જર ભર્યા છે. ઈડર વડાલી હાઇવે પરના વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. થોડા પૈસાની લાલચમાં જોખમી સવારી લોકો કરી રહ્યાં છે.
ખખડધજ જીપમાં ખચોખચ પેસેન્જરો ભર્યા
ખખડધજ જીપમાં ખચોખચ પેસેન્જરો ભર્યા છે. જીપમાં મજૂરી અર્થ લટકીને યુવાનો મુસાફરી કરવા મજબૂર બન્યા છે. 7+1 નું પાસીંગ જીપમાં હોય છે. તેમાં 40 કરતા વધારે પેસેન્જર ભર્યા છે. રાજસ્થાન ગુજરાત સરહદ પર ગઈકાલે થયેલ ગમખ્વાર અકસ્માતમાં 7 કરતા વધારે લોકોએ જીવ ગુમવ્યા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. ગઈકાલના અકસ્માતની સાહી સુકાઈ નથી ત્યાં મોતની સવારીના વીડિયો સામે આવ્યા છે.
થોડા પૈસાની લાલચમાં લોકો જીવ જોખમમાં
જીપની હાલત ખખડધજ છે. છતાં રિસ્કી ડ્રાઇવ વચ્ચે ખાચોખચ પેસેન્જર ભરીને જતા હોય છે. થોડા પૈસાની લાલચમાં લોકો જીવ જોખમમાં મુકી રહ્યાં છે. જો મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન વીડિયો જોનારાના મનમાં સતાવી રહ્યો છે.