- ઈસ્કોન ગેટ પાસે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો
- હોટલ, ગેસ્ટ હાઉસમાં પાણી ફરી વળતા નુકસાની
- પાણીનો નિકાલ કરી હાલ વાહનવ્યવહાર પૂર્વવત
દ્વારકામાં વરસાદની તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ઈસ્કોન ગેટ પાસે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. હોટલ, ગેસ્ટ હાઉસમાં પાણી ફરી વળતા નુકસાની થઇ છે. પાણીનો નિકાલ કરી હાલ વાહનવ્યવહાર પૂર્વવત કરાશે. તેમમાં વરસાદથી હોટલ, ગેસ્ટ હાઉસમાં પાણી ફરી વળ્યું હતું. યાત્રાધામ દ્વારકામાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.
દ્વારકાના હૃદય સમાન ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણીનો નિકાલ થયો
દ્વારકાના હૃદય સમાન ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણીનો નિકાલ થયો છે. તેમજ વરસાદી પાણીના નિકાલ સાથે જ વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ચાલુ થયો છે. ઇસ્કોન ગેટ હાઈવે રોડ પર આવેલ વરસાદી પાણી ઉતરતાની સાથે જ હોટલ ગેસ્ટ હાઉસમાં લાખો રૂપિયાની નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. વર્ષો પહેલા પણ આ જ રીતનો વરસાદ પડવાથી રેસ્ટોરન્ટ તથા હોટલમાં ભારે લાખો રૂપિયાની નુકસાની જતા વળતર મળ્યું ન હતું. હાલ ફરી એ જ દિવસ આવ્યો છે ત્યારે હોટલ માલિકોને લાખો રૂપિયાની નુકસાની વરસાદીની તબાહીમાં થઈ ચૂકી છે.
દ્વારકામાં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે
દ્વારકામાં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દ્વારકામાં 26 કલાકમાં 21.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 6 કલાકમાં દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે. દ્વારકા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. આમ, અહીં દર કલાકે પોણા ઈંચથી વધુ વરસાદ પડી રહ્યો હતો. ભારે વરસાદના પગલે દ્વારકાના વિસ્તારો પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે. જ્યારે વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 6 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી વધુ દ્વારકામાં વરસાદ પડ્યો છે. દ્વારકામાં 6.5 ઈંચ, વેરાવળમાં 3.7 ઈંચ, તલાલામાં 3.4 ઈંચ, જૂનાગઢમાં 2.4 ઈંચ, વંથલીમાં 2.2, માણાવદર 1.2 ઈંચ વરસાદ પડ્યો છે.
દરેક વિભાગ ખાતે કંટ્રોલ રૂમ ચાલુ કર્યા છે
ભારે વરસાદના કારણે બસ સેવા પણ પ્રભાવિત થઇ છે. સુરત ડિવિઝનનો એક રૂટ બંધ છે. જૂનાગઢ જિલ્લાના 10 રૂટ અને પોરબંદર જિલ્લાના 10 રૂટ બંધ છે અને કુલ 63 ટ્રીપો બંધ છે. કોઝવે પર પાણી હોય તો બસ ઉતારવી નહીં તેવી ડ્રાઈવરને સૂચના અપાઈ છે. વધુ વરસાદ હોય તો આગળના ડેપોનો સંપર્ક કરી બસને આગળ લઈ જવી, જ્યારે દરેક વિભાગ ખાતે કંટ્રોલ રૂમ ચાલુ કર્યા છે.


