- પ્રાથમિક -માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભિયાનમાં જોડાયા
- લોકસભાની ચૂંટણી અંતર્ગત યુવા મતદારોને જાગૃત કરવા પ્રયાસ
- રેલી કાઢીને લોકોને મતદાન કરવા માટે અપીલ કરાઇ રહી છે
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇને યુવા મતદારોને જાગૃત કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે જિલ્લાની માધ્યમિક અને પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ હાથધરાઇ છે. જેમાં બાળકો દ્વારા ગામોમાં રેલી કાઢીને લોકોને મતદાન કરવા માટે અપીલ કરાઇ રહી છે.
જિલ્લાના ચારેય તાલુકાઓની જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મારફત આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા અને લોકોને મ તદાન કરવાની અપીલ સાથે મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ લોકશાહીના પર્વને ઉત્સાહપુર્વક ઉજવવા સધન પ્રયાસો સ્વરૂપે આ પ્રયાસ કરાયો હતો. જિલ્લામાં જે સ્થળોએ ઓછુ મતદાન થાય છે તેવા વિસ્તારમાં લોકજાગૃતિ દ્વારા મતદાન ઉંચુ લાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી એમ.કે. દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેજ ક્વાયત હાથધરવામાં આવી છે. ઉપરોક્ત કાર્યકર્મ અંતર્ગત શાળાઓમાં વિદ્યાર્થીઓ મારો મત મારૂ ભવિષ્ય, મારૂ ગામ મારુ અભિમાન, ક રી બતાવો સો ટકા મતદાન, મારો મત મારો અધિકાર, મતદાન એજ મહાદાન જેવા સુત્રો સાથેના બેનરો લઇ રેલી સ્વરૂપે ગામમાં ફરીને મતદાન જાગૃતિનો પ્રયાસ કર્યો હતો.


