રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં ૧,31,૮૪૯ છાત્રો નોંધાયા હતા, પરિક્ષા આપી હતી ૧,3૦,૬૫૦
દેશનુ આવતીકાલનું ભવિષ્ય એવા યુવાનોની શૈક્ષણિક કારકિર્દીના ઘડતરનો એક એવો પડાવ કે જ્યાથી કઇ દિશામાં આગળ જવુ તે ખબર પડે એ ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ બન્નેનું પરિણામ આજે આવ્યુ હતુ. છાત્રો ખુશ ખુશાલ થઇ જાય તેવુ પરિણામ આવ્યુ છે. સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૪૫ ટકા રિઝલ્ટ આવ્યુ છે. જેમા રાજકોટ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 10% જેટલું વધીને 92.06 % આવ્યું છે. સાયન્સમાં કેલ ૧,3૧,૮૪૯ પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. તેમાથી ૧,3૦,૬૫૦ છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમા નિયમિત વિદ્યાર્થીઓ ૧,૧૧,૪૧૪ નોંધાયા હતા અને એ પૈકી ૧,૧૧,૧3૨ છાત્રોમાંથી ૯૧,૬૨૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામમાં ૧૦૦ ટકા પરિણામ મેળવતી શાળાઓની સંખ્યા ૨૦૨૩માં માત્ર ૨૭ હતી જે માર્ચ ૨૦૨૪માં ૧૨૭ થઇ છે. જયારે એ૧-ગ્રેડમાં ૧૦૩૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. એ-ગ્રુપનું પરિણામ ૯૦.૧૧ ટકા અને બી-ગ્રુપનું પરિણામ ૭૮.૩૪ ટકા તેમજ એ-બી ગ્રુપનું પરિણામ ૬૮.૪૨ ટકા જાહેર થયું છે.
ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહ સૌરાષ્ટ્રના પરિણામની ઝલક
જિલ્લો – પરીક્ષાર્થીઓ – એ-૧ – એ-ર – ટકા
અમરેલી – ૧૬પ૭ – ૧પ – ૧૧૦ – ૭૮.૮૮
કચ્છ – ૧૩૦૭ – ર૧ – ૧૧૦ – ૮૪.૩ર
જામનગર – ૧૮૬૪ – ર૮ – રપર – ૯૦.૩૪
જુનાગઢ – ર૯૯૦ – ૪૩ – ૩૦પ – ૮પ.ર૧
રાજકોટ – ૭૯૯૮ – ૯૬ – ૧૦૬૩ – ૯ર.૦૬
સુરેન્દ્રનગર – ૧ર૮પ – ર૬ – ૧પ૦ – ૮૮.રપ
પોરબંદર – ૪ર૦ – ૧ – ૪૭ – ૭૯.પર
બોટાદ – ૮૩૦ – ર – ૭પ – ૮૯.૦૪
દેવભૂમિ દ્વારકા – ૩૪૭ – ૬ – ર૦ – ૮૬.૪૬
ગીરસોમનાથ – ૧૩૯ર – ર – ૬૪ – ૮૦.૪૬
મોરબી – ૧૮૩૩ – ૩૦ – ર૮પ – ૯ર.૮૦
ધોરણ 12 સાયન્સનુ પારણામ
- 12 સાયન્સનું 82.45 ટકા પરિણામ આવ્યું
- સૌથી વધુ મોરબીનું પરિણામ 92.80 ટકા
- સૌથી ઓછું છોટા ઉદેપુરનું પરિણામ 51.36 ટકા
- A1 ગ્રેડના વિદ્યાર્થીઓ 1034
- A ગ્રૂપનું પરિણામ 90.11 ટકા
- B ગ્રૂપનું પરિણામ 78.34 ટકા
- વિદ્યાર્થીઓનું પરિણામ 82.53 ટકા
- વિદ્યાર્થિનીઓનું પરિણામ 82.35 ટકા
ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1 અને A2 4382 વિદ્યાર્થીઓ
ધોરણ 12 સાયન્સનું સુરત જિલ્લાનું 85.56 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 328 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે 1844 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે જ B1માં પણ 2931 અને B2માં 2994 વિદ્યાર્થીએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 93.38 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A-1માં 1703 અને A-2માં 7203 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. આ સાથે B1માં 9844, B2માં 10013 વિદ્યાર્થી છે.
નાપાસ થનાર છાત્રો નાસીપાસ ન થતાં
ગુજરાત બોર્ડનું ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જોહેર થઈ ગયું છે. બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ આ વર્ષે પૂરક પરીક્ષા પણ વહેલી લેવામાં આવે તેવી પણ શક્યતા છે. આ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ જેટલા વિષયમાં નાપાસ હોય તે તમામ વિષયની પૂરકની પરીક્ષા આપી શકશે અને તેમાથી જે ઉંચુ પરિણામ આવશે તેને ધ્યાનમાં લેવામા આવશે.
રાજ્યમાં સાયન્સનુ કેટેગરી મુજબનું પરિણામ
કેટેગરી – વિદ્યાર્થીઓ – વિદ્યાર્થિનીઓ – કુલ
નોંધાયેલા નિયમિત છાત્ર – ૫૯3૧૮ – ૫૨,૦૯૬ – ૧,૧૧,૪૧૪
ઉપસ્થિત નિયમિત છાત્ર – ૫૯,૧૬૨ – ૫૧,૯૭૦ – ૧,૧૧,૧3૨
પાસ થનાર છાત્ર – ૪૮,૮૨૭ – ૪૨,૭૯૮ – ૯૧,૬૨૫
પરિણામની ટકાવારી – ૮૨.૫3 ટકા – ૮૨.3૫ ટકા – ૮૨.૪૫ ટકા


