By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    5 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: વિંછીયાના નાના માત્રામાં કાર નીચે કચડી યુવકની નિર્મમ હત્યા, 10 વર્ષની દીકરી ગંભીર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વિંછીયાના નાના માત્રામાં કાર નીચે કચડી યુવકની નિર્મમ હત્યા, 10 વર્ષની દીકરી ગંભીર

Editor
Last updated: 2026/01/29 at 3:32 PM
6 days ago
Share
વિંછીયાના નાના માત્રામાં કાર નીચે કચડી યુવકની નિર્મમ હત્યા, 10 વર્ષની દીકરી ગંભીર
SHARE

વિંછીયાના નાના માત્રામાં કાર નીચે કચડી યુવકની નિર્મમ હત્યા, 10 વર્ષની દીકરી ગંભીર

માતાનો હાથ પકડવા મુદ્દે થયેલી અદાવતમાં વાડીએ કામ કરતા પિતા–પુત્રી પર સ્વિફ્ટ ચડાવી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વિંછીયા તાલુકાના નાના માત્રા ગામની સીમમાં કૌટુંબિક અદાવતે લોહિયાળ વળાંક લીધો છે. વાડીએ ખેતી કામ કરી રહેલા 40 વર્ષીય યુવકને તેના જ કૌટુંબિક ભાઈએ કાર નીચે કચડીને મોતને ઘાટ ઉતારી દીધો, જ્યારે સાથે રહેલી 10 વર્ષની માસૂમ દીકરીને પણ કારથી હડફેટે લઈ ગંભીર રીતે ઘાયલ કરી હતી. બનાવથી સમગ્ર પંથકમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

નાના માત્રા ગામે રહેતા ગાબાભાઈ ઉર્ફે ગભરૂભાઈ મેરાભાઈ ગરાભડીયા ગઇકાલે પોતાની દીકરી કૈલાશ અને પુત્ર રોહિત સાથે રણછોડભાઈ ગરાભડિયાની વાડીમાં દવા છાંટવા માટે બાઈક પર ગયા હતા. તે દરમિયાન સવારના સમયે ગભરૂભાઈનો કૌટુંબિક ભાઈ ભગા મનસુખ ગરાભડીયા સફેદ રંગની સ્વિફ્ટ કાર લઈને ત્યાં ધસી આવ્યો હતો. આરોપીએ પૂર્વયોજિત ઈરાદા સાથે પાછળથી ગભરૂભાઈ પર કાર ચડાવી દીધી અને સાથે તેમની દીકરી કૈલાશને પણ અડફેટે લીધી હતી. બનાવ બાદ આરોપી કાર સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં પરિવારજનો વાડીએ દોડી આવ્યા હતા. પિતા–પુત્રીને તાત્કાલિક વિંછીયા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે ગભરૂભાઈને મૃત જાહેર કરતા મામલો હત્યામાં ફેરવાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત દીકરી કૈલાશને વધુ સારવાર માટે બોટાદની હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત ચિંતાજનક હોવાનું જાણવા મળે છે. મૃતકની પત્ની રમીલાબેન ઉર્ફે જશુબેનની ફરિયાદ મુજબ, આશરે ત્રણ મહિના અગાઉ આરોપીની માતા મધુબેને એવો આક્ષેપ કર્યો હતો કે ગભરૂભાઈએ તેમનો હાથ પકડ્યો હતો. આ મુદ્દે તે સમયે બંને પરિવારો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને આરોપી ભગાએ ગભરૂભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે કુટુંબીઓ વચ્ચે સમાધાન થતાં મામલો તે વખતે ઠંડો પડ્યો હતો.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી ગઇ તા.27ના રાત્રે નવેક વાગ્યે સ્વિફ્ટ કાર લઈને ગામે આવ્યો હતો અને મૃતકના ઘરની નજીક કાર પાર્ક કરી આખી રાત તેની બહાર આવવાની રાહ જોતો રહ્યો હતો. સવારે ગભરૂભાઈ બાઈક લઈને નીકળતા જ આરોપીએ કારથી પીછો કરી તેમને વાડીએ જઈ કચડી નાખ્યા હતા.

મૃતક ગભરૂભાઈ ચાર સંતાનોના પિતા હતા,  એક પુત્ર અને ત્રણ પુત્રી. ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આ યુવકની હત્યાથી ચારેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં હૈયાવિખૂટું વાતાવરણ છવાઈ ગયું છે. બનાવ અંગે વિંછીયા પોલીસ મથકના પીઆઈ એ.સી. ડામોરના માર્ગદર્શન હેઠળ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ભગા મનસુખ ગરાભડીયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

You Might Also Like

ગ્રામીણ ભારતમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષય પર વિશેષ સંવાદ

કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ

કવાડવા રોડ પર સ્કોર્પિયોમાંથી 216 ટીન બિયર સાથે બે બુટલેગર ઝડપાયા

સાસુના ત્રાસ અને પતિની લફરાબાજીથી કંટાળી પરિણીતાએ કર્યો હતો આપઘાત

આટકોટ પાસે સીએનજી કાર અગનગોળો બની, ત્રણ શિક્ષકો જીવતા ભુંજાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના– ભારતી એચ. દવે
આંતરરાષ્ટ્રીય

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના– ભારતી એચ. દવે

Editor By Editor 7 days ago
સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો
માનસિક અસ્થિર સગીરા પર દુષ્કર્મ પ્રસુતિની પીડા ઉપડતા ભાંડો ફૂટયો
રાજકોટ-જેતપુર સિકસલેનમાં ૧૨૦૪ કરોડનો ધૂમાડો છતાં કામગીરી અડધે, ટોલની ઉઘરાણી ચાલુ
ધ્રોલમાં બાઈક પર આવેલા બે શખ્સો ૫ વર્ષની બાળકીને ઉઠાવી ગયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?