- ગાંધીનગર મનપા વિસ્તારમાં ફાયરને લઈ કાર્યવાહી
- 3 શૈક્ષણિક સંસ્થા, 4 હોસ્પિટલમાં NOCની મુદત પૂર્ણ હોવાનું ખૂલ્યું
- બે સુપરમાર્કેટ, ભોજનાલય, ગોડાઉન, હોટલને કરી સીલ
રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળું જાગેલું ગાંધીનગર મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા બે દિવસથી સમગ્ર શહેરમાં સતત જુદા જુદા એકમોની તપાસ કરીને કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે આજે સતત બીજા દિવસે પણ ગાંધીનગર માં ફાયર, એસ્ટેટ વિભાગ દ્વારા જુદા જુદા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર મનપા વિસ્તારમાં ફાયર NOCને લઈ ચકાસણી કરવામાં આવી છે. જેમાં 4 હોસ્પિટલમાં NOCની મુદત પૂર્ણ હોવાનું ખૂલ્યું છે. હોસ્પિટલોને તાત્કાલિક NOC રિન્યૂ કરવા સૂચના આપવામાં આવી છે. 3 શૈક્ષણિક સંસ્થામાં NOCની મુદત પૂર્ણ થયાનું જાણવા મળ્યું હતું. મનપાએ કુલ 18 એકમને નોટિસ પાઠવી છે. 2 સુપરમાર્કેટ, ભોજનાલય, ગોડાઉન, હોટલને સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


