- દક્ષિણ અમેરિકા ખંડમાં સ્થિત માઉન્ટ એકોનકાગુઆ
- સૌથી ઉંચા પર્વત પર ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો
- રાજેન્દ્ર નાથ ઉત્તરાખંડમાં પોલીસ કોન્સ્ટેબલ છે
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)ના ચીફ કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહ નાથે દક્ષિણ અમેરિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એકોન્કાગુઆ (6961 મીટર) પર ભારતીય ધ્વજ ફરકાવ્યો. રાજેન્દ્ર નાથે 29 જાન્યુઆરીના રોજ સવારે 11.30 કલાકે (દક્ષિણ અમેરિકી સમયે) આર્જેન્ટિનાના દક્ષિણ અમેરિકા ખંડમાં સ્થિત માઉન્ટ એકોનકાગુઆ સર કર્યું હતું.
એશિયા બહાર વિશ્વનો સૌથી ઊંચો પર્વત
એકોન્કાગુઆ દક્ષિણ અમેરિકાની એન્ડીઝ પર્વતમાળાનો સૌથી ઊંચો પર્વત છે. તે એશિયાની બહાર વિશ્વનો સૌથી ઊંચો પર્વત પણ છે, જો કે એશિયામાં હિમાલય એટલો ઊંચો છે કે એકોન્કાગુઆ વિશ્વમાં માત્ર 110માં સૌથી ઉંચા પર્વતમાં આવે છે.
ઉત્તરાખંડના કોન્સ્ટેબલને બિરદાવ્યા
રાજેન્દ્ર નાથે 12 જાન્યુઆરી, 2024ના રોજ માઉન્ટ એકોન્કાગુઆને સર કરવા માટે પ્રયાણ કર્યું હતું. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમાર દ્વારા નાથને પોલીસ મેડલ આપીને પોલીસ હેડક્વાર્ટરથી વિદાય આપવામાં આવી હતી. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમારે રાજેન્દ્ર નાથને દેશે આ ગૌરવ અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં અને તેમના સફળ પર્વતારોહણ અભિયાન માટે તેમની પ્રશંસા કરી હતી.
દસ હજાર રુપિયાનું રોકડ પુરસ્કાર
ઉત્તરાખંડ પોલીસે રાજેન્દ્ર નાથને 10,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેમજ કોન્સ્ટેબલ રાજેન્દ્ર નાથે અગાઉ સૌથી ખરાબ હવામાનમાં યુરોપ ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટેન એલ્બ્રસ પર ચઢીને ઇતિહાસમાં પોતાને અંકિત કર્યા હતાં. આ સિદ્ધિ મેળવનાર તે ઉત્તરાખંડ પોલીસનો પ્રથમ પોલીસકર્મી બન્યો છે. કોન્સ્ટેબલ રાજેન્દ્ર નાથ વર્ષ 2001થી પોલીસમાં ફરજ બજાવે છે. તેમણે ભૂતકાળમાં એક રેકોર્ડ પણ હાંસલ કર્યો છે, જેમાં તેઓ ઉત્તરાખંડના પ્રથમ પોલીસમેન બન્યા છે. જેમણે ત્રિશુલ પર્વત (7120 મીટર) પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું છે.


