- કંપનીના મુખ્ય ગેટ પર પણ તાળું મારી દેવાયું
- અધિકારીઓની તપાસ પૂર્ણ થયા બાદ ગેરરીતિ બહાર આવશે
- ડભોઇ જીઆઇડીસીમાં રાજસ્થાન કોટાસ્ટોનની ફેક્ટરીમાં GST વિભાગના દરોડા
ડભોઇ GIDC માં આવેલી રાજસ્થાન માર્બલમાં GST વિભાગ દ્વારા દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જો કે કેટલી ગેરરીતિ પકડાઇ છે. તે અધિકારીઓ દ્વારા ચાલી રહેલા ઓપરેશન પૂર્ણ થયા બાદ જે રિપોર્ટ આવે તેના પરથી જ માલુમ પડશે.
હાલ હવે માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે ટેક્સ ચોરી કરનાર વેપારીઓ સામે જીએસટી વિભાગે લાલ આંખ કરવાના શ્રી ગણેશ કરી દીધા છે જેના ભાગરૂપે આજ રોજ જીએસટી વિભાગ દ્વારા ડભોઇ નગરની GIDC માં આવેલ
રાજસ્થાન કોટાસ્ટોન એન્ડ માર્બલ કંપનીમાં આજરોજ બપોરના અચાનક જ ખાનગી સ્કોર્પિયો ગાડી લઈને આવી સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ એ દરોડા પાડી અચાનક જ તપાસ હાથ ધરી હતી.
જીએસટીના અધિકારીઓ ની ગાડી જેવી રાજસ્થાન કોટા સ્ટોનમાં પ્રવેશતાની સાથે જ અધિકારીઓએ આ કંપનીની ઓફ્સિમાં ઘૂસી ગઈ લે વેચ રજીસ્ટરથી માડી બિલ બુકો કોમ્પ્યુટર સહિતની તમામ વસ્તુઓનો કબજો મેળવી લીધો હતો. એટલું જ નહીં એક બાજુ રેડ શરૂ થતા જ આવેલા ગ્રાહકોને પણ બહાર કાઢી મૂકવામાં આવ્યા અને વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. કંપનીના મુખ્ય ગેટ પર પણ તાળું મારી પ્રવેશ નિષેધ કરી દેવામાં આવ્યો હતો. જીએસટીના અધિકારીઓ જે ખાનગી ગાડી લઈને આવ્યા હતા. તેને પણ કંપનીના મેદાનમાં અંદરના ભાગે ખૂણામાં મૂકી દેવામાં આવી હતી. હાલ ચાલી રહેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટી રકમમાં જીએસટીની ચોરી બહાર આવે તેમ મનાઈ રહ્યું છે. જીએસટી ના છાપા રાજસ્થાન કોટા સ્ટોનમાં પડયા હોવાની માહિતી ડભોઇના બજારમાં વાયુ વેગે ફેલાતા ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી.


