- ગાંધીધામમાં શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડલાઇન્સ પર દરોડા
- કરોડોનું ટર્નઓવર ધરાવતા મીઠાના ધંધાર્થીમાં ફફડાટ
- કચ્છમાં મીઠાના વેપારીઓ સહિત 22થી વધુ સ્થળે દરોડા
સૌરાષ્ટ્ર કચ્છમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થયુ છે. જેમાં ગાંધીધામમાં શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડલાઇન્સ પર દરોડા પડ્યા છે. કચ્છમાં મીઠાના વેપારીઓ સહિત 22થી વધુ સ્થળે દરોડા પડ્યા છે. તેમાં કરોડોનું ટર્નઓવર ધરાવતા મીઠાના ધંધાર્થીમાં ફફડાટ વ્યાપી ગયો છે.
20થી વધારે ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે
20થી વધારે ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા છે. સવારથી અધિકારીઓની ટીમ ગાંધીધામ પહોંચી છે. ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે 20 કરતા વધારે ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ છે.
અગાઉ ખેડા, નડિયાદ અને આણંદમાં IT દરોડા પડ્યા હતા
અગાઉ ખેડા, નડિયાદ અને આણંદમાં IT દરોડા પડ્યા હતા. જેમાં નડિયાદમાં મસાલાના વેપાર કરતા એશિયન ગ્રુપ પર દરોડા પડ્યા હતા. તેમજ આણંદમાં રાધે જ્વેલર્સમાં ITનાં દરોડા પડ્યા હતા. જેમાં મોટી માત્રામાં બેનામી વ્યવહારો મળ્યાની ચર્ચા હતી. તેમજ પોલીસ બંદોબસ્ત સાથે ઇન્કમટેક્ષની ટીમે છાપો માર્યો હતો. ગુજરાતના ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન શરૂ થતા ખેડા, નડિયાદ અને આણંદના બે ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ ત્રાટક્યું હતુ. જેમાં નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતું એશિયન ગ્રુપ ઝપટે આવ્યું હતુ.
આણંદના નારાયણ ગ્રુપ ઉપર પણ દરોડા પડ્યા
એશિયન ગ્રુપ સાથે સંકળાયેલા આણંદના નારાયણ ગ્રુપ ઉપર પણ દરોડા પડ્યા હતા. જેમાં નારાયણ ગ્રુપ રીયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલું છે. બંને ગ્રુપમાં મળી 25 સ્થળો ઉપર ઇન્કમટેક્સની દરોડા અને સર્વેની કામગીરી કરવામાં આવી હતી.


