કેટલાક વર્ષોથી IT સહિતના ઘણા ક્ષેત્રો મુશ્કેલીમાં દેખાઈ રહ્યા છે. AIના કારણે ઘણી કંપનીઓએ છટણી કરી છે અને હજારો લોકોની નોકરીઓ ગઇ છે. કહેવાય છે કે AIના કારણે હજુ પણ ઘણા ક્ષેત્રોમાં લોકોની નોકરીઓ પર સંકટ આવી શકે છે અને ઘણા લોકોની નોકરી જોખમમાં છે. એવા સમયમાં આજે આપણે તે ક્ષેત્રો અને નોકરીઓ વિશે જાણીએ, જેઓની આવનારા સમયમાં માંગ વધવાની છે અને જે લોકો આ પ્રકારની નોકરીઓમાં છે તેમની સેલેરીમાં પણ વધારો થઈ શકે છે.
ચાલો જાણીએ કે કયા ક્ષેત્રોની નોકરીઓને સુરક્ષિત માનવામાં આવે છે અને કઈ 25 નોકરીઓને આવનારા સમયમાં ફાયદો મળી શકે છે. જો તમે આ ક્ષેત્રોમાં કામ કરો છો તો તે તમારા માટે ફાયદાકારક છે. અને જો તમે હાલમાં અભ્યાસ કરો છો તો તમે આ નોકરીઓ સંબંધિત કોર્સ કરીને તેમાં કારકિર્દી બનાવી શકો છો.
1. AI અને એડવાન્સ ડિજિટલ (AI AND ADVANCED DIGITAL)
આવનારા સમયમાં AI ક્ષેત્રમાં ઘણી નોકરીઓ ઊભી થઈ શકે છે. આ ક્ષેત્રમાં નીચેના પદોનું વધારે મહત્વ રહેશે.
મશીન લર્નિંગ એન્જિનિયર
AI સેફિટી સ્પેશિયાલિસ્ટ
ડેટા સ્ટ્રેટેજિસ્ટ
પ્રોમ્પ્ટ એન્જિનિયર
AI પ્રોડક્ટ એનાલિસ્ટ
2.નવિકરણીય ઊર્જા (RENEWABLE ENERGY) સેક્ટર
ઘણા રિપોર્ટ્સ મુજબ, AIનો સૌથી ઓછો અસર નવિકરણીય ઊર્જા ક્ષેત્ર પર જોવા મળશે. આ ક્ષેત્રની નોકરીઓ AIના યુગમાં પણ સુરક્ષિત માનવામાં આવે છે.
સોલાર પ્રોજેક્ટ એન્જિનિયર
એનર્જી સ્ટોરેજ સ્પેશિયાલિસ્ટ
રિન્યુએબલએન્જિનિયર
ગ્રીડ ડિજીટલાઇઝેશન એનાલિસ્ટ
3. એન્વાર્યમેન્ટલ ટેક્નોલોજી (Environmental and sustainability technologist)
પર્યાવરણ અને તેની સાથે સંબંધિત ક્ષેત્રોમાં AIનો ઓછો પ્રભાવ રહેશે. અહીં આ નોકરીઓની માંગ વધવાની શક્યતા છે:
ટેલિમેડિસિન ઓપરેશન સ્પેશિયાલિસ્ટ
હેલ્થ ડેટા એનાલિસ્ટ
ક્લિનિકલ રિસર્ચ એસોસિયેટ
મેડિકલ ટેક્નોલોજી એન્જિનિયર
જિનોમિક્સ અને બાયોટેક આધારિત નોકરીઓ
4.ઇલેક્ટ્રિક મોબિલિટી (ELECTRIC MOBILITY)
4.ઇલેક્ટ્રિક મોબિલિટી (ELECTRIC MOBILITY)
ઇલેક્ટ્રિક મોબીલિટી ક્ષેત્રમાં નીચેની નોકરીઓની માંગ ઝડપથી વધી શકે છે.
બેટરી ડિઝાઇન એન્જિનિયર
બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ સ્પેશિયાલિસ્ટ
EV એન્જિનિયર્સ
EV ડાયગ્નોસ્ટિક એન્જિનિયર્સ
ચાર્જિગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનર
હાલમાં આ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પણ સારો સમય આવી શકે છે.
5. સેમીકન્ડક્ટર્સ (SEMICONDUCTORS)
સેમીકન્ડક્ટર્સ ક્ષેત્ર આવતા સમયમાં ખૂબ વૃદ્ધિ કરશે અને આ ક્ષેત્રમાં કુશળ લોકોની મોટી જરૂરિયાત રહેશે. તેથી રોજગારના ઘણા નવા અવસરો ઊભા થઈ શકે છે.
ચિપ ડિઝાઇન એન્જિનિયર
વેરિફિકેશન એન્જિનિયર
ફિઝિકલ ડિઝાઇન સ્પેશિયાલિસ્ટ
સેમીકન્ડક્ટર ફેબ્રિકેશન ટેક્નિશિયન
પેકેજિંગ અને ટેસ્ટિંગ એન્જિનિયર


