- સીમાના પાકિસ્તાની પતિ ગુલામે ફરી સીમા પર આક્ષેપ લગાવ્યા
- જ્યાં સુધી શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી બાળકો માટે લડતો રહીશ: ગુલામ હૈદર
- ગુલામ હૈદરે મોદી અને યોગી પાસે બાળકો પાછા અપાવવાની માંગ કરી
ઉત્તર પ્રદેશના નોયડામાં રહેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરના પતિ ગુલામે ફરી પોતાનો ગુસ્સો કાઢયો છે. નેપાળના રસ્તે ગેરકાયદે ભારતમાં આવીને સચિન નામના શખ્સની સાથે રહેતી સીમા ગુલામે જૂઠ્ઠી અને કપટી ગણાવી છે. ગુલામે પાકિસ્તાનથી વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં ગુલામે કહ્યું કે નેપાળમાં સચિન સાથે લગ્ન કરવાની વાત જૂઠી છે. નેપાળમાં મારા વકીલે જાતે જઈને શોધખોળ કરી અને જોવા મળ્યું કે ત્યાં સીમા અને સચિને કોઈ લગ્ન નહોતા કર્યા. આનાથી સ્પષ્ટ થઈ જાય છે કે બંને ગેરકાયદે રીતે સંબંધ રાખ્યો છે. તેઓએ મંદિરમાં લગ્ન નથી કર્યા કે ના તો કોર્ટમાં.
ગુલામ હૈદરે કહ્યું કે ભારતમાં મારા વકીલે મારા વીઝાનો બંદોબસ્ત કર્યો છે અને સીમીની પોલ પણ ખોલી છે. આશા છે કે તેને સફળતા મળે અને સીમા જેલની હવા ખાય. હવે સીમા જેલથી ડરી રહી છે. અને તેનું જૂઠ અને આડાં અવળાં નિવેદન સામે આવી રહ્યા છે. સીમા પહેલાં પણ જૂઠ બોલતી હતી અને આજે પણ જૂઠ બોલી રહી છે.
ભારત અને પાકિસ્તાનની સરકારોએ મારી વાત સાંભળવી જોઈએઃ ગુલામ
ગુલામે વધુમાં કહ્યું કે જો સીમા મારી સાથે રહેવા માંગતી ન હોત તો તે છૂટાછેડા લઈને ગમે ત્યાં જતી રહેતી, પરંતુ મારા બાળકો સાથે આ રીતે ભાગી ગયા પછી તે વિચારે છે કે જો હું ચૂપ રહીશ તો આવું નહીં થાય. હું મારા બાળકો પર થતા અત્યાચારને સહન કરીશ નહીં અને મારા બાળકો માટે લડતો રહીશ. તેમણે કહ્યું, ‘ભારતની નરેન્દ્ર મોદી સરકાર, યુપીના સીએમ યોગી અને પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પણ આ તરફ ધ્યાન આપવું જોઈએ. સરકારોએ સાથે બેસીને આ બાબતે નિર્ણય લેવો જોઈએ.
સીમાને ખતરો ગણાવતા ગુલામે કહ્યું કે આ મહિલા બંને દેશો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં બંને દેશોની સરકારોએ આ દિશામાં વિચારવું જોઈએ. આ રીતે કોઈને પણ સરહદ પાર રહેવાની મંજૂરી આપી શકાય નહીં. આનાથી અન્ય લોકો પણ એવું જ કરશે. સરકારો પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા ગુલામે દાવો કર્યો હતો કે બંને દેશોના લોકો મારી વાત સાંભળે છે અને મારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, પરંતુ સરકારો અને જવાબદાર સંસ્થાઓ મૌન છે. આ થોડું પરેશાન કરે છે. અત્યારે તો અમે આશા રાખી શકીએ છીએ કે બંને દેશોની સરકારો મારો અવાજ સાંભળશે અને મારા બાળકોને પાછા મળશે.


