- સીમા હૈદરની પાકિસ્તાનના ગામમાંથી પ્રેમને લીધે કાઢી મૂકવામાં આવી હતી
- બીજા વ્યકિત સાથે લગ્નને લઈ સીમા હૈદરના ઘરે ખૂબ ઝઘડો થયો હતો
- સીમા હૈદર અને સચિન મીણાની લવ સ્ટોરી પહેલા સીમા હૈદરની પણ એક લવ સ્ટોરી હતી
પાડોશી દેશ પાકિસ્તાનથી ગયા વર્ષે પ્રેમી માટે ભારત આવેલી સીમા હૈદર નામની મહિલાને લઈ બે દેશમાં ખૂબ ચર્ચામાં છે. હવે ધીમી-ધીમે સીમા હૈદર વિશે વધુ વિગતે જાણવા મળે છે. સીમા હૈદરે જણાવ્યું કે, તેનો પ્રથમ પ્રેમ સચિન મારો પ્રથમ પ્રેમ નહોતો. હું પોતાના કઝિન ભાઈને પ્રેમ કરતી હતી. મને એની માટે ખૂબ જ પ્રેમ હતો. પરંતુ મારા પ્રેમને નજર લાગી ગઈ. લગ્ન તો દૂરની વાત રહી પરંતુ મને ગામમાંથી કાઢી મૂકવામાં આવી હતી.
સીમા હૈદર અને સચીન મીણાના પ્રેમના કિસ્સા આપે સાંભળ્યા હશે. સીમાના પતિ ગુલામ હૈદર અંગે ખૂબ જાણ્યું અને વાંચ્યું હશે પરંતુ સીમા હૈદરની પણ એક લવ સ્ટોરી હતી. જેના લીધે તેને તેના ગામડામાંથી કાઢી મૂકવામાં આવી હતી. સીમાના ઘરે એટલો ઝઘડો થયો કે સીમાના લગ્ન પણ નક્કી કરી દેવામાં આવ્યો. વાચો સીમા હૈદરે જણાવેલી લવ સ્ટોરી.
સીમા હૈદરે જણાવ્યું કે, પાકિસ્તાનમાં મારા જ ગામડામાં ઝહીર નામનો યુવક રહેતો હતો. પ્રથમ નજરમાં જ હું તેને દિલ લઈ બેઠી હતી. તે મારો દૂરનો સંબંધી થતો હતો. આ ઉપરાંત હું તેની સાથે લગ્ન કરવા માગતી હતી. પરંતુ જેવું મારા મામા અને કાકાને આ વાતની જાણ થઈ કે તે લોકો ખૂબ ગુસ્સામાં હતા. મારી મા તો ખૂબ પહેલા જ મોતને ભેટી ચુકી હતી. પરંતુ મામા અને કાકાએ મારા પિતાને ઉશ્કેર્યા હતા. તેઓએ ગુસ્સામાં કહ્યું કે, તે કેવી દીકરી પેદા કરી છે? તે કઈ રીતે આ ગામમાં રહી શકે છે?
હું ગુલામને નહોતી ઓળખતી
આગળ સીમાએ જણાવ્યું કે, મારા પિતા પણ એ જાણીને ખૂબ ગુસ્સામાં આવ્યા. ફરી મારા કાકા અને મામાએ બળજબરીથી ગુલામ હૈદર સાથે મારા નિકાહ કરાવી દીધા હતા. હું તો ગુલામ હૈદરને ઓળખતી પણ નહોતી. તે મારાથી ઉંમરમાં ખૂબ જ મોટો હતો. હું ગુલામના ઘરમાં દુ:ખી દુ:ખી થઈને રહેતી હતી. ત્યાંથી હું પરત ગામડે પણ નહોતી જઈ શકતી. કારણ કે, મને ગામડામાંથી કાઢી મૂકવામાં આવી હતી. આવામાં હું ત્યાં બસ દિવસો પાસર કરવા લાગી હતી. વિચાર્યું હતું કે, કયારેક તો મારી સાથે કંઈક સારું થશે.
સચિન મીણા સાથે પ્રેમ થયો
સીમા હૈદર જે પાકિસ્તાનથી ભારત આવીને સચિન નામના યુવક સાથે હિંદુ ધર્મ વિધિથી લગ્ન કરીને ઠરી ઠામ થઈ છે. આગળ સીમા હૈદરે જણાવ્ચું કે, હું લોકોને નફરત કરવા લાગી હતી. કોઈ સાથે વાત કરવાનું મન નહોતું થતું. આવામાં જ્યારે વર્ષ-2020માં પબજી રમતાં-રમતાં સચિન સાથે મારી મિત્રતા બંધાઈ તો હું ખૂબ સમય પછી પ્રમથવાર હસી અને સચિનની વાતો પણ ખૂબ સારી લાગત હતી. અમારી લવ સ્ટોરી ત્યાંથી શરૂ થઈ હતી અને હું હંમેશા માટે સચિનની થઈને રહી ગઈ. હું હંમેશાથી જે વિચારતી તે જ થયું. મારી સાથે ભગવાને સારું જ કર્યું છે. હવે હું અને મારા બાળકો સચિન સાથે ખૂબ મજામાં છીએ.


