- અરવલ્લીમાં બોર્ડર પરથી 2.17 કરોડનો દારૂ અને મુદ્દામાલ જપ્ત
- સુરતમાંથી 36 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ જપ્ત કર્યો
- રાજકોટ અને અમદાવાદમાં પોલીસનું સઘન ચેકિંગ
31 ડિસેમ્બરને લઈ એક તરફ રાજ્યભરમાં પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ત્યારે વિવિધ શહેરોમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં અરવલ્લીથી લઈ સુરત અને રાજકોટ સુધી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં કરોડો રૂપિયાના દારૂની હેરફેર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે.
બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
આ વચ્ચે અરવલ્લીમાં જિલ્લાની 8 સરહદી સીમાઓ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં વિવિધ વિસ્તારોમાંથી દારૂના ચેકિંગ દરમિયાન મોટી સંખ્યામાં જથ્થો મળી આવ્યો છે. અરવલ્લીમાંરતનપુર ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. જેની સાથે જ જિલ્લામાં ડિસેમ્બરમાં 2.17 કરોડનો દારૂ અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ પોલીસ કડક કામગીરી ચાલતી રાખશે.
સુરત એલસીબીની મોટી કાર્યવાહી
આ તરફ સુરતમાં 31 ડિસેમ્બર પહેલાં સુરત જિલ્લા એલસીબીનો સપાટો બોલાવ્યો છે. જેમાં કામરેજ ટોલનાકા પાસેથી સ્ટીલના બનાવટી બિલની આડમાં લઈ જવાતો મોટી માત્રામાં વિદેશી દારૂ ઝાડપયો છે. વિદેશી દારૂની 14,172 બાટલીઓ,કન્ટેનર,મોબાઈલ રોકડ સહિત કુલ 36.64 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. કન્ટેનર ચાલકને ઝડપી વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યો છે.
જ્યારે રાજકોટમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં સંતકબીર રોડ પરથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. કુલ 7 લાખ 80 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ મોટી સંખ્યામાં દારૂનો જથ્થો પોલીસ દ્વારા સીલ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે અજય સરવૈયા નામનો આરોપી ફરાર જાહેર કર્યો છે. તેની સાથે જ ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં પોલીસની ખાસ ડ્રાઈવ
વાત જો અમદાવાદની કરવામાં આવે તો અમદાવાદમાં પોલીસે 666 લીટર દેશી દારૂ પકડાયો છે જેની કિંમત રૂ. 13,300 છે તેની સાથે કુલ 25,300 મુદ્દામાલ ઝડપાયો છે. જ્યારે વિદેશી દારૂના 18 કેસ કરાયા જેમાં 20 લોકો સામે કેસ કરીને અટકાયત કરવામાં આવી છે. તેમજ 791 વિદેશી દારૂ બોટલ 1.46 લાખની રકમ મળી આવી છે. જેની સાથે કુલ મુદ્દામાલ 3.88 લાખ નો મુદ્દામાલ ઝડપાયો છે.


