સ્ટેટ બેંક, એક્સિસને યુબીએસે ડાઉનગ્રેડ કરતાં આરંભિક આંચકો
મુંબઈ : ઈઝારાયેલ-હમાસ યુદ્વ મિડલ ઈસ્ટમાં વકરવાના એંધાણ વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટના ૩.૬૧ ડોલર વધીને ૮૯.૬૧ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૩.૬૨ ડોલર ઉછળીને ૮૬.૫૩ ડોલર થઈ આવતાં વ:શ્વિક બજારોમાં આજે ગાબડાં પડયા હતા. ઈન્ફોસીસના ત્રિમાસિક રિઝલ્ટ સાથે નબળા ગાઈડન્સે ફંડોની આઈટી જાયન્ટમાં વેચવાલી અને યુબીએસ દ્વારા ભારતના બેંકિંગ ક્ષેત્રે જોખમ સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતને ડાઉનગ્રેડ કરાતાં બેંકિંગ શેરોમાં ફંડોની આરંભિક વેચવાલીએ ઈન્ડેક્સ બેઝડ કડાકા બાદ ફંડોએ ટાટા મોટર્સ, મારૂતી સુઝુકીની આગેવાનીએ ઓટો શેરો સાથે એચસીએલ ટેકનોલોજીમાં ફંડોની તેજીએ બજારે મોટાભાગનો ઘટાડો પચાવ્યો હતો. ઈન્ડેક્સ બેઝડ આરંભિક આંચકામાં સેન્સેક્સ ૫૧૨.૯૮ પોઈન્ટ તૂટીને નીચામાં ૬૫૮૯૫.૪૧ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરી ઉપરમાં ૬૬૪૭૮.૯૦ સુધી જઈ અંતે ૧૨૫.૬૫ પોઈન્ટ ઘટીને ૬૬૨૮૨.૭૪ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ આરંભમાં ૧૫૮.૭૦ પોઈન્ટના કડાકે નીચામાં ૧૯૬૩૫.૩૦ સુધી આવી પાછો ફરી ઉપરમાં ૧૯૮૦૫.૪૦ સુધી જઈ અંતે ૪૨.૯૫ પોઈન્ટ ઘટીને ૧૯૭૫૧.૦૫ બંધ રહ્યો હતો.
યુબીએસે ડાઉનગ્રેડ કરતાં એક્સિસ, સ્ટેટ બેંક ગબડયા : બીઓબી, કેનેરા બેંક ઘટયા : બેંકેક્સ ૩૭૭ તૂટયો
યુબીએસ દ્વારા ભારતના બેંકિંગ ક્ષેત્રે ધિરાણમાં વૃદ્વિ છતાં ડિફોલ્ટરોના મોટા જોખમના જોરે આ વૃદ્વિની શકયતા સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ડાઉનગ્રેડ કરી સેલ પર મૂકી શેરનો ભાવ લક્ષ્યાંક રૂ.૭૪૦ થી ઘટાડીને રૂ.૫૩૦ કરાતાં આજે વેચવાલીએ શેર રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૫૭૬.૧૫ રહ્યો હતો. જ્યારે એક્સિસ બેંકને ન્યુટ્રલ કરી શેરના ભાવ લક્ષ્યાંકને રૂ.૧૧૫૦ થી ઘટાડીને રૂ.૧૧૦૦ કરવામાં આવતાં શેરમાં વેચવાલીએ રૂ.૨૩.૭૦ ઘટીને રૂ.૯૯૩.૯૫ રહ્યો હતો. આ સાથે બેંક ઓફ બરોડા રૂ.૪.૨૫ ઘટીને રૂ.૨૦૩.૫૦, એચડીએફસી બેંક રૂ.૧૩.૧૦ ઘટીને રૂ.૧૫૩૬.૭૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૭૭.૨૮ પોઈન્ટ તૂટીને ૪૯૭૬૮.૬૮ બંધ રહ્યો હતો. અલબત ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૭.૦૫ વધીને રૂ.૧૪૬૧.૨૫ રહ્યો હતો.
કેર રેટિંગ્સ રૂ.૪૮ તૂટીને રૂ.૯૫૬ : ઈન્ફિબિમ, અરિહંત કેપિટલ, બંધન બેંક, ઉજ્જિવન, પેટીએમ તૂટયા
ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં પણ આજે મોટાપાયે વેચવાલી થઈ હતી. કેર રેટિંગ્સ રૂ.૪૭.૯૦ તૂટીને રૂ.૯૫૬.૪૫, ઈન્ફિબિમ એવન્યુ રૂ.૧.૦૨ તૂટીને રૂ.૨૦.૯૨, અરિહંત કેપિટલ રૂ.૩.૨૬ તૂટીને રૂ.૭૩.૬૫, બંધન બેંક રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૨૪૦.૮૦, ઉજ્જિવન ફાઈનાન્શિયલ રૂ.૧૮.૫૦ ઘટીને રૂ.૫૬૫.૦૫, આવાસ ફાઈનાન્શિયર રૂ.૪૭.૭૫ તૂટીને રૂ.૧૬૫૫.૭૫, વન ૯૭ પેટીએમ રૂ.૨૪.૭૦ તૂટીને રૂ.૯૩૨.૯૦, ક્રિસિલ રૂ.૮૨.૮૦ ઘટીને રૂ.૩૯૧૨.૯૫, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ રૂ.૧૩.૦૫ ઘટીને રૂ.૬૩૧.૯૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૨૧.૨૫ ઘટીને રૂ.૯૮૩ રહ્યા હતા.
ટાટા મોટર્સ જેગુઆરનું વેચાણ બે ગણું વધતાં શેર રૂ.૩૦ ઉછળીને રૂ.૬૬૭ : મારૂતી રૂ.૧૭૧ ઉછળ્યો
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ટાટા મોટર્સની આગેવાનીએ ફંડોએ તેજી કરી હતી. જેગુઆર લેન્ડ રોવરનું પ્રથમ અર્ધવાર્ષિકમાં વાહનોનું વેચાણ બે ગણું વધીને ૨૩૫૬ વાહનોનું થતાં જે અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ અર્ધવાર્ષિક રહેતાં ટાટા મોટર્સના શેરમાં મોટી ખરીદીએ રૂ.૩૦.૩૦ ઉછળીને રૂ.૬૬૭.૧૫ રહ્યો હતો. મારૂતી સુઝુકી રૂ.૧૭૧.૫૦ ઉછળીને રૂ.૧૦,૭૪૭.૯૫, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૪૨ વધીને રૂ.૨૯૫૬, ઉનો મિન્ડા રૂ.૪.૯૦ વધીને રૂ.૬૦૩, એમઆરએફ રૂ.૬૯૮.૩૦ વધીને રૂ.૧,૦૯,૩૨૬.૭૦, અશોક લેલેન્ડ રૂ.૧.૩૦ વધીને રૂ.૧૭૫.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૨૩.૧૭ પોઈન્ટ વધીને ૩૭૨૭૧.૩૨ બંધ રહ્યો હતો.
ઈન્ફોસીસના નબળા અંદાજોએ રૂ.૩૩ તૂટયો : એમ્ફેસીસ, ક્વિક હિલ ગબડયા : એચસીએલ ઝળક્યો
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી સામે ઘણા શેરોમાં વેચવાલી રહી હતી. ઈન્ફોસીસના નબળા પરિણામ સાથે કંપનીએ આવક અંદાજને ઘટાડીને મૂકતાં શેરમાં વેચવાલીએ રૂ.૩૨.૭૫ તૂટીને રૂ.૧૪૩૧.૮૦ રહ્યો હતો. એમ્ફેસીસ રૂ.૭૭.૮૫ તૂટીને રૂ.૨૩૭૪.૧૦, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૧૭.૯૫ ઘટીને રૂ.૩૨૪.૨૦, રામકો સિસ્ટમ રૂ.૭.૧૦ ઘટીને રૂ.૨૯૭, તાન્લા પ્લેટફોર્મસ રૂ.૨૫.૮૫ ઘટીને રૂ.૧૦૮૬.૯૫ રહ્યા હતા. જ્યારે એચસીએલ ટેકનોલોજીસના એકંદર સારા પરિણામે શેર રૂ.૩૧.૨૫ વધીને રૂ.૧૨૫૫.૩૦ રહ્યો હતો. ટીસીએસ રૂ.૨૮.૦૫ વધીને રૂ.૩૫૭૦.૩૦, ટાટા એલેક્સી રૂ.૮૫.૫૦ વધીને રૂ.૭૪૪૪.૬૫, સિગ્નિટી ટેક રૂ.૪૫ વધીને રૂ.૯૨૦ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં એડીએફ ફૂડ્સ રૂ.૪૦ ઉછળી રૂ.૨૪૫ : કાવેરી સીડ, ટાટા કન્ઝયુમર, નેસ્લેમાં તેજી
એફએમસીજી શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. એડીએફ ફૂડ્સ રૂ.૪૦.૨૫ ઉછળીને રૂ.૨૪૫.૪૫, કાવેરી સીડ રૂ.૪૪.૬૦ વધીને રૂ.૬૩૫.૪૫, ટાટા કન્ઝયુમર પ્રોડક્ટસ રૂ.૨૧.૪૦ વધીને રૂ.૯૧૩.૩૫, સીસીએલ પ્રોડક્ટસ રૂ.૧૩.૭૦ વધીને રૂ.૬૫૯.૯૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૪૬૧.૯૫ વધીને રૂ.૨૩,૫૩૮.૨૫, પતંજલિ ફૂડ્સ રૂ.૨૨.૮૫ વધીને રૂ.૧૩૫૨.૨૦ રહ્યા હતા.
સપ્તાહના અંતે સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીને વિરામ : શેરોમાં પ્રોફિટ બુકિંગ : ૧૯૧૧ શેરો નેગેટીવ બંધ
સપ્તાહના અંતે આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં તેજીને વિરામ આપી ઓપરેટરો, ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ અનેક શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૧૧ અને વધનારની સંખ્યા ૧૭૬૧ રહી હતી.
FPI/FIIની રૂ.૩૧૭ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની શેરોમાં રૂ.૧૦૩ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝ ઘણા દિવસો બાદ આજે શેરોમાં કેશમાં નેટ ખરીદદાર બન્યું છે. આજે-શુક્રવારે કેશમાં રૂ.૩૧૭.૦૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૦,૩૧૭.૮૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૦૦૦.૮૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૦૨.૮૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૬૬૦.૯૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૭૬૩.૮૬ કરોડની વેચવાલી થઈ હતી.
વ:શ્વિક બજારોમાં ગાબડાં : નિક્કી ૧૭૮ પોઈન્ટ, હેંગસેંગ ૪૨૫ પોઈન્ટ, ડેક્ષ ૧૫૫ પોઈન્ટ ગબડયા
વ:શ્વિક બજારોમાં આજે સપ્તાહના અંતે નરમાઈ જોવાઈ હતી. ઈઝારાયેલ-હમાસ યુદ્વ વકરવાના એંધાણ વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અને ટ્રેઝરીને લઈ આજે શેરોમાં વેચવાલી રહી હતી. જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૭૮.૬૭ પોઈન્ટ ઘટીને ૩૨૩૧૫.૯૯, હોંગકોંગનો હેંગસેંગ ૪૨૪.૭૫ પોઈન્ટ ગબડીને ૧૭,૮૧૩.૪૫, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૩૯ પોઈન્ટ ઘટીને ૩૬૬૩ રહ્યા હતા. યુરોપના બજારોમાં જર્મનીનો ડેક્ષ ૧૫૫ પોઈન્ટનો ઘટાડો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૭૦ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૩૫ પોઈન્ટ ઘટી આવ્યો હતો.