મુંબઇ : કોર્પોરેટ પરિણામોની સીઝન એકંદર સારા પરિણામોની નીવડી રહી હોઈ ફંડોની સ્ટોક સ્પેસિફિક તેજી સામે આજે રિલાયન્સ, ઈન્ફોસીસ પાછળ આઈટી, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર નેગેટીવ ઝોનમાં રહ્યું હતું.અલબત ઓટો, હેલ્થકેર શેરોમાં તેજીના પરિણામે મોટું ધોવાણ અટક્યું હતું. જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહી ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરી રહ્યું છે, ત્યારે બીજી તરફ અમેરિકાએ ઈસ્ટર્ન સીરિયા પર હુમલા કર્યાની ઘટના અને ચાઈનામાં ફરી કન્ઝયુમર ડિફલેશન સહિતના આર્થિક નેગેટીવ સંકેતોએ વૈશ્વિક સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહી મિશ્ર ટ્રેન્ડ જોવાયા સામે ભારતીય શેર બજારોમાં પણ સાવચેતી જોવાઈ હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટતાં અટક્યા છતાં એકંદર અન્ડરટોન નરમાઈનો રહી બ્રેન્ટ ૮૦ ડોલર નજીક અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૭૫.૭૩ ડોલર નજીક રહ્યા હતા. સેન્સેક્સ ૧૪૩.૪૧ પોઈન્ટ ઘટીને ૬૪૮૩૨.૨૦ અને નિફટી સ્પોટ ૪૮.૨૦ પોઈન્ટ ઘટીને ૧૯૩૯૫.૩૦ બંધ રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૬ ઘટીને રૂ.૨૩૧૧ : ઓએનજીસી, અદાણી ટોટલ ગેસ, ગુજરાત ગેસ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા તરફી અન્ડરટોનના પરિણામે ઓઈલ માર્કેટીંગ પીએસયુ શેરોમાં આકર્ષણ બાદ આજે ફંડોની નફારૂપી વેચવાલી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૫.૯૫ ઘટીને રૂ.૨૩૧૦.૬૫, ઓએનજીસી રૂ.૨.૮૦ ઘટીને રૂ.૧૯૨.૬૫, અદાણી ટોટલ ગેસ રૂ.૭.૯૫ ઘટીને રૂ.૫૩૫, ગુજરાત ગેસ રૂ.૩.૪૦ ઘટીને રૂ.૪૧૩.૫૦, આઈઓસી રૂ.૧૦૨.૯૪ રહ્યા હતા.
ઓટો શેરોમાં તેજી : ઉનો મિન્ડા રૂ.૨૯, મહિન્દ્રા રૂ.૬૧ વધ્યો : અપોલો ટાયર્સ, ટાટા મોટર્સમાં તેજી
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોની સતત મોટી ખરીદી રહી હતી. ઉનો મિન્ડા રૂ.૨૯.૩૦ ઉછળીને રૂ.૬૩૧.૮૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ત્રિમાસિક પરિણામ પૂર્વે સારા પરિણામની અપેક્ષાએ રૂ.૬૦.૯૦ વધીને રૂ.૧૫૪૮.૧૫, અપોલો ટાયર્સ રૂ.૭.૫૦ વધીને રૂ.૪૧૭.૬૫, હીરો મોટોકોર્પ રૂ.૪૩.૨૦ વધીને રૂ.૩૧૭૪.૯૫, ટાટા મોટર્સ રૂ.૬.૮૦ વધીને રૂ.૬૪૯.૦૫, મારૂતી સુઝુકી રૂ.૭૮.૭૦ વધીને રૂ.૧૦,૩૯૫.૦૫, બજાજ ઓટો રૂ.૧૯.૬૦ વધીને રૂ.૫૪૧૭.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૪૯.૭૯ પોઈન્ટ ઉછળીને ૩૭૨૬૬.૩૧ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ન્યુક્લિયસ, ક્વિક હિલ, ઈન્ફોસીસ, ટાટા એલેક્સી ઘટયા : ૬૩ મૂન્સ રૂ.૧૪ ઉછળ્યો
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફ્રન્ટલાઈન શેરોમાં એકંદર વેચવાલી રહી હતી. ઈન્ફોસીસ રૂ.૧૬.૯૫ ઘટીને રૂ.૧૩૭૫.૧૫, માસ્ટેક રૂ.૩૫.૩૦ ઘટીને રૂ.૨૨૧૩.૭૫, ટાટા એલેક્સી રૂ.૧૭૯.૭૫ વધીને રૂ.૮૦૬૦.૧૫, ક્રેસાન્ડા રૂ.૧.૧૬ તૂટીને રૂ.૨૧.૮૭, ન્યુક્લિયસ સોફ્ટવેર રૂ.૮૪.૭૦ ઘટીને રૂ.૧૬૧૦.૭૫, ટાટા એલેક્સી રૂ.૧૭૯.૭૫ ઘટીને રૂ.૮૦૬૦.૧૫, ટેક મહિન્દ્રા રૂ.૧૫.૧૫ ઘટીને રૂ.૧૧૨૪ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૩૨.૦૮ પોઈન્ટ ઘટીને ૩૧૩૨૯.૧૦ બંધ રહ્યો હતો.
ફરી સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વ્યાપક પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૧૨૯ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફરી નફારૂપી વેચવાલી નીકળતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૨૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૯૧થી ઘટીને ૧૫૮૭ અને ઘટનારની સંખ્યા ૧૭૧૫ થી વધીને ૨૧૨૯ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭૯ હજાર કરોડ ઘટીને રૂ.૩૧૯.૭૧ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ સાવચેતી સાથે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭૯ હજાર કરોડ ઘટીને રૂ.૩૧૯.૭૧ લાખ કરોડ રહ્યું હતું.
એફએમસીજી શેરોમાં કેઆરબીએલ રૂ.૩૪ તૂટયો : બજાજ હિન્દુસ્તાન, બજાજ કન્ઝ., અવધ સુગર તૂટયા
એફએમસીજી, સુગર શેરોમાં આજે ફંડોએ મોટાપાયે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. કેઆરબીએલ રૂ.૩૪.૩૫ તૂટીને રૂ.૩૫૪.૦૫, બજાજ હિન્દુસ્તાન રૂ.૨.૨૬ તૂટીને રૂ.૩૧.૭૩, બજાજ કન્ઝયુમર રૂ.૧૨.૪૫ તૂટીને રૂ.૨૨૬, ઉગાર સુગર રૂ.૪.૦૬ ઘટીને રૂ.૯૦.૩૯, શ્રી રેણુકા સુગર રૂ.૨.૦૪ ઘટીને રૂ.૪૯.૬૨, અવધ સુગર રૂ.૨૧.૧૫ તૂટીને રૂ.૭૦૨.૭૦, દાલમિયા સુગર રૂ.૮.૮૫ ઘટીને રૂ.૪૫૮, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૩૯.૩૫ ઘટીને રૂ.૨૪૭૮ રહ્યા હતા.
FPI/FIIની રૂ.૧૭૧૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૫૧૨ કરોડની ચોખ્ખી ખરીદી
એફપીઆઈઝ-એફઆઈઆઈઝ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની આજે ગુરૂવારે કેશમાં રૂ.૧૭૧૨.૩૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી.કુલ રૂ.૭૧૬૬.૯૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૮૭૯.૩૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈ શેરોમાં સતત ખરીદદાર રહી આજે-ગુરૂવારે કેશમાં રૂ.૧૫૧૨.૧૪ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૭૯૩૦.૫૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૪૧૮.૪૪ કરોડની વેચવાલી કરી હતી.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં નફારૂપી વેચવાલી : બ્લુ સ્ટાર, આદિત્ય બિરલા ફેશન, રાજેશ એક્ષપોર્ટસ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે નફારૂપી વેચવાલી રહી હતી. બ્લુ સ્ટાર રૂ.૨૦.૭૫ તૂટીને રૂ.૯૨૧.૯૦, આદિત્ય બિરલા ફેશન રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૧૫.૧૦, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૫.૬૫ ઘટીને રૂ.૪૩૦.૪૫, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫.૨૦ ઘટીને રૂ.૬૦૨.૧૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૪૪.૦૫ ઘટીને રૂ.૫૩૧૪.૩૫, ટાઈટન રૂ.૨૬.૭૫ ઘટીને રૂ.૩૨૮૪.૪૫ રહ્યા હતા.