મુંબઈ : જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે ઈઝરાયેલ-હમાસ યુદ્વ મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં ફેલાતાં અટકાવવાના પ્રયાસમાં અમેરિકી પ્રમુખ જો બાયડેન ઈઝરાયેલ અને મિડલ ઈસ્ટના દેશોની મુલાકાત અને રશીયન પ્રમુખ પુતિનની ચાઈના મુલાકાત વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં ઉછાળે સાવચેતી સામે ભારતીય શેર બજારોમાં બે-તરફી અફડાતફડીના અંતે ફંડોએ તેજી કરી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, પાવર, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, એફએમસીજી, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોની ખરીદી સામે કેપિટલ ગુડઝ, ઓટો, આઈટી સિલેક્ટિવ ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. બે-તરફી અફડાતફડીમાં સેન્સેક્સ ૬૬૩૦૯ થી ૬૬૫૬૦ વચ્ચે અથડાઈ અંતે ૨૬૧.૧૬ પોઈન્ટ વધીને ૬૬૪૨૮.૦૯ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ ૧૯૭૭૫ થી ૧૯૮૫૦ વચ્ચે અથડાઈ અંતે ૭૯.૭૫ પોઈન્ટ વધીને ૧૯૮૧૧.૫૦ બંધ રહ્યા હતા. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓનું વ્યાપક ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૨૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૫૯ અને ઘટનારની સંખ્યા ૧૫૪૪ રહી હતી.
પાવર શેરોમાં પાવર ગ્રીડ કોર્પ, એનએચપીસી, ભેલ, ટાટા પાવર, એનટીપીસીમાં તેજીનો કરંટ
પાવર શેરોમાં આજે ફંડોએ પસંદગીની લેવાલી કરી હતી. પાવર ગ્રીડ કોર્પોરેશન રૂ.૪ વધીને રૂ.૨૦૭.૦૫, એનએચપીસી ૯૪ પૈસા વધીને રૂ.૫૩.૧૦, અદાણી પાવર રૂ.૫.૬૫ વધીને રૂ.૩૩૫.૬૦, એનટીપીસી રૂ.૨.૫૦ વધીને રૂ.૨૪૫.૯૫, ભેલ રૂ.૧.૨૫ વધીને રૂ.૧૩૨.૩૫, ટાટા પાવર રૂ.૨ વધીને રૂ.૨૫૬.૮૫, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૨.૦૫ વધીને રૂ.૪૦૩ રહ્યા હતા.
બેંકેક્સ ૨૪૦ પોઈન્ટ વધ્યો : એચડીએફસી બેંક સારા પરિણામે વધ્યો : કેનેરા બેંક, કોટક બેંકમાં આકર્ષણ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ એચડીએફસી બેંકના અપેક્ષાથી સારા પરિણામે ખરીદી કરતાં તેજી રહી હતી. એચડીએફસી બેંકનો ચોખ્ખો નફો ૫૧ ટકા વધીને જાહેર થતાં શેર રૂ.૧૧.૮૫ વધીને રૂ.૧૫૪૧.૩૫ રહ્યો હતો. કેનેરા બેંક રૂ.૬.૨૫ વધીને રૂ.૩૭૭.૪૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૧.૩૦ વધીને રૂ.૧૭૭૧.૫૦, બેંક ઓફ બરોડા રૂ.૧.૪૫ વધીને રૂ.૨૦૭.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪.૪૦ વધીને રૂ.૯૫૫.૪૫, એક્સિસ બેંક રૂ.૩.૧૫ વધીને રૂ.૧૦૦૮.૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૪૦.૨૯ પોઈન્ટ વધીને ૪૯૯૫૪.૬૨ બંધ રહ્યો હતો.
રિલાયન્સને રીફાઈનીંગ ક્ષેત્રે ફાયદાના નોમુરાના રીપોર્ટે શેર વધીને રૂ.૨૩૫૬ : બીપીસીએલ, એચસીપીએલ વધ્યા
રિલાયન્સ રીટેલમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી(એડીઆઈએ) દ્વારા રૂ.૪૯૬૬.૮૦ કરોડનું રોકાણ કરીને ૦.૫૯ ટકા હોલ્ડિંગ હસ્તગત કરાતાં અને રિલાયન્સને રીફાઈનીંગ ક્ષેત્રે તેજીનો ફાયદો થવાના નોમુરાના રીપોર્ટે અને ખરીદીનું રેટીંગ જાળવી રાખવામાં આવતાં આજે શેરમાં આકર્ષણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૭૦ વધીને રૂ.૨૩૫૫.૬૦ રહ્યો હતો. જ્યારે બીપીસીએલ રૂ.૭.૭૫ વધીને રૂ.૩૫૪.૮૦, એચપીસીએલ રૂ.૫.૩૦ વધીને રૂ.૨૬૧.૯૫, આઈઓસી રૂ.૯૧.૭૯ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૫૨.૮૫ પોઈન્ટ વધીને ૧૯૧૫૩.૧૩ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં એપીએલ અપોલો રૂ.૫૬ ઉછળીને રૂ.૧૭૭૫ : કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ મજબૂત
ચાઈનામાં સ્ટીમ્યુલસ પગલાંએ મેટલની માંગ આગામી દિવસોમાં વધવાની અપેક્ષાએ ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીની લેવાલી રહી હતી. એપીએલ અપોલો રૂ.૫૬.૪૫ વધીને રૂ.૧૭૭૫.૬૦, કોલ ઈન્ડિયા રૂ.૫.૨૦ વધીને રૂ.૩૧૭.૩૫, સેઈલ રૂ.૮૯.૫૩, ટાટા સ્ટીલ રૂ.૧૨૭.૩૫, હિન્દાલ્કો રૂ.૪૮૪.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૪૦.૦૭ પોઈન્ટ વધીને ૨૩૬૫૫.૫૭ બંધ રહ્યો હતો.
ટાયર શેરોમાં તેજી : અપોલો ટાયર્સ, એમઆરએફ, બાલક્રિષ્નમાં તેજી : ટાટા મોટર્સ, બોશ, કયુમિન્સ ઘટયા
ટાયર કંપનીઓની સારી કામગીરીએ ટાયર શેરોમાં તેજી જોવાઈ હતી. અપોલો ટાયર્સ રૂ.૧૦.૫૦ વધીને રૂ.૩૯૦.૯૫, એમઆરએફ રૂ.૧૯૮૫.૦૫ વધીને રૂ.૧,૧૧,૪૯૯.૯૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૯.૧૦ વધીને રૂ.૨૬૨૪.૯૦ રહ્યા હતા. જ્યારે ટાટા મોટર્સ રૂ.૧૦.૩૫ ઘટીને રૂ.૬૫૫.૭૫, બોશ રૂ.૩૧૯.૨૫ ઘટીને રૂ.૨૦,૩૪૧.૯૫, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૯.૧૫ ઘટીને રૂ.૨૯૯૩.૪૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૭.૬૫ ઘટીને રૂ.૧૭૧૦.૦૫ રહ્યા હતા.
FPI/FIIની રૂ.૨૬૪ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની શેરોમાં રૂ.૧૧૨ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૨૬૩.૬૮કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૫૧૭.૯૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૨૫૪.૨૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૧૨.૫૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૬૪૯૨.૪૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૩૭૯.૮૮ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૫૭ લાખ કરોડ વધીને રૂ.૩૨૩.૮૨ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે ઘણાં સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ખરીદીનું આકર્ષણ જળવાઈ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૫૭ લાખ કરોડ વધીને રૂ.૩૨૩.૮૨ લાખ કરોડ પહોંચી ગયું હતું.