મુંબઈ : ઈઝરાયેલ-હમાસ યુદ્વ મિડલ-ઈસ્ટમાં વકરવાના સંકેત અને વૈશ્વિક ફુગાવાને લઈ હજુ ચિંતાએ વૈશ્વિક બજારોમાં સાવચેતીમાં ક્રુડ ઓઈલના ભાવમાં નરમાઈ સાથે વૈશ્વિક શેર બજારોમાં પણ આજે એકંદર નરમાઈ સાથે ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ સાવચેતી જોવાઈ હતી. બેંકિંગ-ફાઈનાન્સ ફ્રન્ટલાઈન શેરો સાથે આઈટી-ટેકનોલોજી શેરો તેમ જ ટાટા ગુ્રપ શેરોમાં ફંડોની વેચવાલી સામે ઓટોમોબાઈલ, એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, મેટલ ફ્રન્ટલાઈન શેરોમાં લોકલ ફંડોએ તેજી કરતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં આકર્ષણે બજાર પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ અફડાતફડીના અંતે ૩૩.૨૧ પોઈન્ટ વધીને ૬૪૯૭૫.૬૧ અને નિફટી સ્પોટ ૩૬.૮૦ પોઈન્ટ વધીને ૧૯૪૪૩.૫૦ બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓની સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વ્યાપક લેવાલી રહી હતી. ક્રુડ ઓઈલમાં અમેરિકામાં ૧૧૫ લાખ બેરલ સ્ટોકના ઉમેરાએ અને વૈશ્વિક મંદીની ચિંતાએ માંગ ઘટડવાના અંદાજોએ ભાવ ઘટતાં રહી બ્રેન્ટ ઘટીને ૮૧ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૭૬.૭૯ ડોલર રહી ગયા હતા.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ, કેનેરા બેંક ઘટયા : પીએનબી ગિલ્ટ્સ, પૂનાવાલા ઉછળ્યા
બેંકિંગ-ફાઈનાન્સ ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોની આજે નફારૂપી વેચવાલી રહી હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૩ ઘટીને રૂ.૯૩૫.૩૫, કેનેરા બેંક રૂ.૩.૧૫ ઘટીને રૂ.૩૮૪.૬૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૬.૨૫ ઘટીને રૂ.૧૭૪૫.૨૦ રહ્યા હતા. આ સાથે રેપકો હોમ રૂ.૧૬.૭૫ ઘટીને રૂ.૪૩૭.૫૦, ક્રિસિલ રૂ.૯૭.૧૫ ઘટીને રૂ.૪૨૫૬.૭૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૭.૧૦ ઘટીને રૂ.૧૦૧૪.૩૫, આનંદ રાઠી રૂ.૩૨.૭૫ ઘટીને રૂ.૨૦૧૩.૪૫ રહ્યા હતા. જ્યારે પીએનબી ગિલ્ટ્સ રૂ.૯.૨૮ ઉછળીને રૂ.૯૭.૫૦, પૂનાવાલા ફિન રૂ.૨૬.૩૫ વધીને રૂ.૩૮૯.૩૦, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૭૧.૮૦ વધીને રૂ.૧૧૯૬.૦૫, એન્જલ વન રૂ.૧૪૭.૮૦ વધીને રૂ.૨૬૮૪.૯૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં ગ્રાઈન્ડવેલ નોટર્ન રૂ.૬૭, સિમેન્સ રૂ.૭૮, પ્રાજ રૂ.૧૨, થર્મેક્સ રૂ.૬૦ ઉછળ્યા
કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી રહી હતી. ગ્રાઈન્ડવેલ નોટર્ન રૂ.૬૭.૫૫ ઉછળીને રૂ.૨૧૬૩.૩૫, સિમેન્સ રૂ.૭૭.૯૫ વધીને રૂ.૩૪૨૪.૬૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૧૦ વધીને રૂ.૫૬૯.૫૦, થર્મેક્સ રૂ.૬૦.૬૫ વધીને રૂ.૨૯૩૬.૮૦, એબીબી ઈન્ડિયા રૂ.૭૪.૮૫ વધીને રૂ.૪૨૮૫, ટીમકેન રૂ.૪૮.૧૫ વધીને રૂ.૨૯૮૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૫.૧૦ વધીને રૂ.૨૦૪૨ રહ્યા હતા.
ઓટો શેરોમાં અપોલો ટાયર્સ રૂ.૨૬ ઉછળી રૂ.૪૧૧ : કયુમિન્સ, ઉનો મિન્ડા, ટીવીએસ, એમઆરએફમાં તેજી
તહેવારોની સીઝન સાથે ફરી ઓટોમોબાઈલ કંપનીઓના શરોમાં ફંડોએ પૂરપાટ આક્રમક તેજી કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૯૧.૩૭ પોઈન્ટ વધીને ૩૬૯૧૬.૫૨ બંધ રહ્યો હતો. અપોલો ટાયર્સ રૂ.૨૫.૬૦ ઉછળીને રૂ.૪૧૦.૯૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૬૬.૩૦ વધીને રૂ.૧૭૬૬.૫૫, ઉનો મિન્ડા રૂ.૧૮.૫૫ વધીને રૂ.૬૦૧.૧૫, અશોક લેલેન્ડ રૂ.૪.૮૦ વધીને રૂ.૧૭૩.૬૦, ટીવીએસ મોટર રૂ.૩૭.૮૫ વધીને રૂ.૧૬૪૭.૯૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૫.૭૫ વધીને રૂ.૨૬૦૨.૫૫, એમઆરએફ રૂ.૧૦૯૧.૦૫ વધીને રૂ.૧,૦૮,૨૪૬.૩૦, મારૂતી રૂ.૭૬.૯૦ વધીને રૂ.૧૦,૩૨૬.૯૦ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં આકર્ષણ : આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, જયોતી, ટેસ્ટી બાઈટમાં તેજી
એફએમસીજી શેરોમાં ફંડોએ આજે પસંદગીની મોટી ખરીદી કરી હતી. જયોતી લેબ્સ રૂ.૧૬.૬૫ ઉછળીને રૂ.૪૧૮.૩૦, ટેસ્ટી બાઈટ રૂ.૫૬૭.૭૫ ઉછળીને રૂ.૧૬,૬૬૪.૮૫, ગુજરાત અંબુજા એક્ષપોર્ટસ રૂ.૧૧.૬૦ વધીને રૂ.૩૪૪, એડીએફ ફૂડ્સ રૂ.૪.૬૦ વધીને રૂ.૨૩૪.૯૦, સીસીએલ પ્રોડક્ટસ રૂ.૧૧.૭૫ વધીને રૂ.૬૩૬.૬૫, વરૂણ બિવરેજીસ રૂ.૧૬.૩૦ વધીને રૂ.૧૦૦૮.૭૦, આઈટીસી રૂ.૪.૨૫ વધીને રૂ.૪૩૭, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૧૬.૭૫ વધીને રૂ.૨૫૧૭, પી એન્ડ જી રૂ.૧૦૮.૨૫ વધીને રૂ.૧૭,૬૨૮ રહ્યા હતા.
હિન્દ પેટ્રો.માં અવિરત તેજીએ રૂ.૨૧ ઉછળી રૂ.૩૦૦ : બીપીસીએલ, ઓએનજીસી, રિલાયન્સમાં આકર્ષણ
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં કડાકા સાથે એચપીસીએલ સહિતના સારા પરિણામોના આકર્ષણે ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં સતત મોટી ખરીદી રહી હતી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન-એચપીસીએલ રૂ.૨૦.૯૦ વધીને રૂ.૨૯૯.૫૫, બીપીસીએલ રૂ.૧૨ વધીને રૂ.૩૮૪.૭૦, ઓએનજીસી રૂ.૨.૧૫ વધીને રૂ.૧૯૫.૩૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧ વધીને રૂ.૨૩૩૫.૨૦ રહ્યા હતા.
વ્હર્લપુલ રૂ.૩૬ વધીને રૂ.૧૫૯૪ : ડિક્સન, ટાઈટનમાં આકર્ષણ : કન્ઝયુમર ઈન્ડેક્સ ૩૨૮ પોઈન્ટ ઉછળ્યો
તહેવારોની સીઝનમાં કન્ઝયુમર ડયુરેબલ્સ, એપ્લાયન્સિસની સારી માંગની અપેક્ષાએ ફંડોની કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ખરીદી રહી હતી. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૩૬.૫૦ વધીને રૂ.૧૫૯૪, ડિક્સન ટેકનોલોજી રૂ.૯૯.૭૦ વધીને રૂ.૫૩૫૨.૦૫, ટાઈટન કંપની રૂ.૪૩.૭૫ વધીને રૂ.૩૩૧૪.૩૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૨૮.૮૪ પોઈન્ટ વધીને ૪૫૪૨૧.૫૫ રહ્યો હતો.
સ્મોલ કેપ ઈન્ડેક્સ ૨૩૦ પોઈન્ટ, મિડ કેપ ઈન્ડેક્સ ૨૫૨ પોઈન્ટ ઉછળ્યા : ૧૯૯૧ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે અવિરત ફંડો, ખેલંદાઓ, ઓપરેટરોએ વ્યાપક લેવાલી કરતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૨૩૦.૦૮ પોઈન્ટ વધીને ૩૮૩૩૭.૭૦ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૨૫૧.૮૧ પોઈન્ટ ઉછળીને ૩૨૪૪૧.૮૯ બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૨૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૯૧ અને ઘટનારની સંખ્યા ૧૭૧૫ રહી હતી.
DIIની શેરોમાં રૂ.૫૨૪ કરોડની ચોખ્ખી ખરીદી : FII/FPIની રૂ.૮૪ કરોડની ચોખ્ખી વેચવાલી
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈ શેરોમાં સતત ખરીદદાર રહી આજે-બુધવારે કેશમાં રૂ.૫૨૪.૪૭ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૭૫૪૮.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૦૨૪.૪૩ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે એફપીઆઈઝ-એફઆઈઆઈઝ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની આજે રૂ.૮૪.૫૫ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૪૬૭.૦૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૫૫૧.૫૭ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૯ લાખ કરોડ વધીને રૂ.૩૨૦.૫૦ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ સાવચેતી સામે સ્મોલ, મિડ કેપ, અન્ય સેકટરલ શેરોમાં ફંડોની મોટાપાયે ખરીદી રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૯ લાખ કરોડ વધીને રૂ.૩૨૦.૫૦ લાખ કરોડ રહ્યું હતું.