મુંબઈ : વિશ્વના માથે ફરી જીઓપોલિટીકલ ટેન્શન સર્જાયું છે. ઈઝારાયેલના ગાઝા પટ્ટી પેલેસ્ટાઈનના આતંકીઓ દ્વારા ૫૦૦૦ રોકેટના વિવિધ શહેરોમાં મારો ચલાવાતાં અનેક નાગરિકોના મોત થવા સાથે ઈઝારાયેલ દ્વારા હમાસ સામે યુદ્વ જાહેર કરવામાં આવતાં હવે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્વના એંધાણ વચ્ચે વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. જો આ ઘટના મોટા જીઓપોલિટીકલ ટેન્શનમાં પરિણમશે તો બજારમાં મોટા કડાકા-ભડાકા બોલાઈ શકે છે. જેની અસરમાંથી ભારતીય શેર બજારો પણ બાકાત રહી શકશે નહીં.
બીજી તરફ વિશ્વ પહેલા જ આર્થિક અનિશ્ચિતતાના નવા સંકટના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકામાં શટડાઉનની કટોકટીને હાલ તુરત ટાળવામાં આવ્યા છતાં રોજગારીમાં વૃદ્વિ અને બોન્ડ યીલ્ડ ૧૬ વર્ષની ઊંચી સપાટીએ પહોંચવા, ચાઈનામાં પ્રોપર્ટી ક્ષેત્રે સંકટ પાછળ હજુ આર્થિક અનિશ્ચિતતા કાયમ હોવા સાથે વિશ્વના માથે જીઓપોલિટીકલ ટેન્શન હવે વૈશ્વિક બજારોને ડામાડોળ કરી શકે છે.
આ સાથે હવે યુ.એસ. સહિતની સેન્ટ્રલ બેંકો હવે વ્યાજ દરમાં નવો વધારો કરવાની સ્થિતિમાં નહીં રહેવાના અનુમાનો અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં બોલાઈ ગયેલો એકાએક કડાકો વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સર્જી રહ્યા છે. એકસાથે અનેક પરિબળો આકાર લઈ રહ્યા હોઈ અનિશ્ચિતતાના આ દોરમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ-એફઆઈઆઈઝ) ભારતીય શેર બજારોમાં શેરોમાં સતત નેટ વેચવાલ રહ્યા છે. જ્યારે લોકલ ફંડો-સંસ્થાકીય રોકાણકારોની ખરીદી ધીમી પડી રહી છે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજયોમાં ચૂંટણીઓની તૈયારી અને આગામી વર્ષે લોકસભા ચૂંટણીઓની થઈ રહેલી તૈયારીએ સરકારનું ફોક્સ આગામી દિવસોમાં જનસમુદાયને ખુશ કરવા પર રહેવાના અંદાજોએ અને કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકની શરૂ થનારી સીઝન આ વખતે પડકારરૂપ રહેવાની ધારણાએ શેરોમાં ઉછાળાને અનુસરવામાં સાવચેતી જરૂરી બની રહેશે.
આ સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ તેમ જ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર નજર રહેશે. ઈઝારાયેલ-પેલેસ્ટાઈન યુદ્વના સંજોગોમાં જીઓપોલિટીકલ ટેન્શન, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા સહિતના પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૬૪૯૮૮ થી ૬૬૯૮૮ વચ્ચે અને નિફટી સ્પોટ ૧૯૩૫૫ થી ૧૯૯૫૫ વચ્ચે ફંગોળાતા જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : IFGL RERACTORIES LTD.
બીએસઈ(૫૪૦૭૭૪), એનએસઈ(IFGLEXPOR) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ફોરેન પ્રમોટર્સ કરોસાકી હારિમા કોર્પોરેશન જાપાનના ૧૫.૫૧ ટકા હોલ્ડિંગ-૫૫,૯૦,૦૦૦ શેેરોને ઓફમાર્કેટ સોદામાં રૂ.૧૧૨ કરોડમાં બજોરિયા ફેમિલીએ ખરીદી લઈને પોતાનું પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૬.૯૨ ટકાથી વધારીને ૭૨.૪૩ ટકા કરનાર, માર્ચ ૨૦૨૩ના અંતે રૂ.૪૬ નેટ કેશ સમકક્ષ હાથ પર ધરાવતી, આઈએફજીએલ રીફ્રેકટરીઝ લિમિટેડ( IFGL REFRACTORIES LIMITED), વૈશ્વિક રીફ્રેકટરીઝ ઉદ્યોગમાં ઝડપી વિકસતી બ્રાન્ડ્સ પૈકી એક છે. કંપની એશીયા, યુરોપ અને નોર્થ અમેરિકામાં ૧૦ વ્યુહાત્મક સ્થળોએ મેન્યુફેકચરીંગ સવલતો થકી વિશ્વવ્યાપી ગ્રાહકોને સ્પેશ્યલાઈઝડ રીફ્રેકટરી પ્રોડક્ટસઅને ઓપરેટીંગ સિસ્ટમ્સ પ્રોડક્ટસની વિસ્તૃત રેન્જ ઓફર કરે છે. કંપની વિશ્વવ્યાપી ૫૦થી વધુ દેશોમાં આર્યન ઉત્પાદન, સ્ટીલ ઉત્પાદન અને કન્ટીન્યુઅસ કાસ્ટિંગ ક્ષેત્રે ખાસ સ્લાઈડ ગેટ સિસ્ટમ્સ, પર્જિંગ સિસ્ટમ્સ, લેડલ લાઈનીંગ અને લેડલ રીફ્રેકટરીઝ, ટનડિશ ફર્નિચર અને ટનડિશ રીફ્રેકટરીઝ અને અન્યોને આ માટે ઉત્પાદનો, સવલત ઓફર કરે છે. કંપની આયર્ન એન્ડ સ્ટીલ તેમ જ ફાઉન્ડ્રી ઉદ્યોગમાં આઈએફજીએલ રીફ્રેકટરીઝ તથા ચાર સબસીડિયરીઓ થકી કાર્યરત છે.
વિસ્તરણ : કંપની ઓડિસ્સામાં નવા પ્રોજેક્ટ થકી વિસ્તરણ કરી રહી છે. જે પ્રોજેક્ટનો ખર્ચ અંદાજીત રૂ.૧૫૦ કરોડ છે. જે માટે અમુક ફંડિંગ આંતરિક નાણા સ્ત્રોત થકી કરનાર છે.
કંપનીના મેનેજમેન્ટ દ્વારા અર્નિંગ કોલમાં ૧૬,ઓગસ્ટના આપેલી માહિતી મુજબ ભારતમાં સ્ટીલ ઉદ્યોગ વિસ્તરણના પથ પર છે, ભારત સરકારની ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે વિકાસની પહેલો અને કેપિટલ ગુડઝ મેન્યુફેકચરીંગને લઈ માંગ વૃદ્વિને લઈ સ્ટીલ ઉદ્યોગ વિસ્તરણના માર્ગે છે. ભારતના સ્ટીલના વપરાશમાં વાર્ષિક ધોરણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦ ટકાથી વધુ દરે વૃદ્વિ થઈ છે. આ વધતી માંગની સાથે આઈએફજીએલ રીફ્રેકટરીઝ દ્વારા ભારતમાં તેની તમામ સવલતોમાં મેગા વિસ્તરણ યોજના હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપ કંપની ઓડિસ્સામાં નવી મેન્યુફેકચરીંગ સવલત સ્થાપી રહી છે. રૂ.૧૫૦ કરોડના આ પ્રોજેક્ટ માટે કંપની ફંડની જોગવાઈ લોન અને આંતરિક સ્ત્રોત થકી કરશે. આ કન્ટીન્યુઅસ કાસ્ટિંગ રીફ્રેકટરીઝની સવલત વાર્ષિક ૨,૪૦,૦૦૦ નંગ ઉત્પાદન ક્ષમતાની હશે અને જે સવલતની શરૂઆત જમીન મેળવ્યા બાદ તુરત કરવામાં આવશે. જે સવલત માટે ૧૮ થી ૨૪ મહિનાનો સમય લાગવાનો અંદાજ છે. ઓડિસ્સાની નવા પ્રોજ્ક્ટ માટે પસંદગી ઓડિસ્સામાં અત્યારે ૩૦૦ લાખ ટનની ક્ષમતા વધીને વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં ૧૩૦૦ લાખ ટન પહોંચવાના અંદાજને લઈ કરવામાં આવી છે. કંપનીને વિસ્તરણ માટે રૂ.૧૭૭ કરોડના મૂડી ખર્ચનો અંદાજ છે. જે અમુક રીએડજસ્ટમેન્ટને કારણે થોડો ઘટીને રૂ.૧૬૦ કરોડ થવાની અપેક્ષા છે. કંપનીએ બન્ને ઓડિસ્સા અને વિઝાગ માટે આયોજીત ખર્ચના ૫૦ ટકા જેટલો ખર્ચ કરી લીધો છે. જ્યારે કંડલા માટે ૯૦ ટકા જેટલો ખર્ચ કરી લીધો છે. બાકી મૂડી ખર્ચ માર્ચ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : ફોરેન પ્રમોટર્સ કરોસાકી હારિમા કોર્પોરેશન જાપાનના ૧૫.૫૧ ટકા હોલ્ડિંગ-૫૫,૯૦,૦૦૦ શેેરોને ઓફમાર્કેટ સોદામાં રૂ.૧૧૨ કરોડમાં બજોરિયા ફેમિલીએ ખરીદી લઈને પોતાનું પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૬.૯૨ ટકાથી વધારીને હવે ૧૭,ઓગસ્ટ ૨૦૨૩ મુજબ ૭૨.૪૩ ટકા ધરાવતી, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ૩૦,ઓગસ્ટ ૨૦૨૩ના શેર દીઠ રૂ.૫૦૦ ભાવે ૭,૩૫,૭૦૬ શેરોની ખરીદી સાથે કુલ હોલ્ડિંગ વધારીને ૨૬,૯૬,૬૧૬ શેરોનું ૭.૪૮ ટકા થયું છે. આમ બજારિયા ગુ્રપ હસ્તક ૭૨.૪૩ ટકા હોલ્ડિંગ, આદિત્ય બિરલા પાસે ૨.૫૮ ટકા, એચડીએફસી સ્મોલ કેપ ફંડ પાસે ૭.૩૨ ટકા, ઈન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેકશન ફંડ પાસે ૧.૫૯ ટકા અને એચએનઆઈ પાસે ૬.૦૧ ટકા તેમ જ રીટેલ ઈન્વેસ્ટરો પાસે ૧૦.૦૭ ટકા હોલ્ડિંગ છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૧૯ન ા રૂ.૨૨૦, માર્ચ ૨૦૨૦ના રૂ.૨૨૫, માર્ચ ૨૦૨૧ના રૂ.૨૪૭, માર્ચ ૨૦૨૨ના રૂ.૨૫૯, માર્ચ ૨૦૨૩ના રૂ.૨૭૯, અપેક્ષિત માર્ચ ૨૦૨૪ના રૂ.૩૧૪
કોન્સોલિડેટેડ આવક : નાણા વર્ષ ૨૦૨૦માં રૂ.૯૨૮ કરોડ, નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૧૦૪૨ કરોડ, નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૧૨૭૫ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૧૪૦૦ કરોડ, અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૧૭૦૦ કરોડ
કુલ કેશ અને સમકક્ષ : નાણા વર્ષ ૨૦૨૦માં રૂ.૨૦૪ કરોડ, નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૩૨૨ કરોડ, નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૨૬૨ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૧૯૪ કરોડ
કુલ દેવું : નાણા વર્ષ ૨૦૨૦માં રૂ.૫૨ કરોડ, નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૫૧.૬ કરોડ, નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૮૭ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૧૪૮ કરોડ. નાણાકીય વર્ષ માર્ચ ૨૦૨૩ના અંતમાં કેશ સમકક્ષ રૂ.૧૯૪ કરોડ અને દેવું રૂ.૧૪૮ કરોડ મુજબ નેટ કેશ સમકક્ષ રૂ.૪૬ કરોડ છે.
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ :ચોખ્ખી આવક ૯.૭૭ ટકા વધીને રૂ.૧૪૦૦ કરોડ મેળવીને એનપીએમ ૫.૬૫ ટકા થકી ચોખ્ખો નફો ૨.૨૨ ટકા વધીને રૂ.૭૯.૨૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઇપીએસ રૂ.૨૧.૯૮ હાંસલ કરી છે.
(૨) અંતિમ ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૩ : ચોખ્ખી આવક ૨.૫૪ ટકા વધીને રૂ.૩૭૫.૮૯ કરોડ મેળવીને એનપીએમ ૭.૮૩ ટકા થકી ચોખ્ખો નફો ૪૨.૧૨ ટકા વધીને રૂ.૨૯.૪૨ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક-ઈપીએસ રૂ.૮.૧૬ હાંસલ કરી હતી.
(૩) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૩ : ચોખ્ખી આવક ૧૮.૦૭ ટકા વધીને રૂ.૪૨૭.૩૦ કરોડ મેળવીને એનપીએમ ૬.૯૩ ટકા થકી ચોખ્ખો નફો ૧૦૩.૫ ટકા વધીને રૂ.૨૯.૬૧ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક-ઈપીએસ રૂ.૮.૨૧ હાંસલ કરી છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ :અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૭૦૦ કરોડ મેળવી એનપીએમ ૭.૪ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૨૬ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૪.૯૬ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) ફોરેન પ્રમોટર્સ કરોસાકી હારિમા કોર્પોરેશન જાપાનના ૧૫.૫૧ ટકા હોલ્ડિંગ-૫૫,૯૦,૦૦૦ શેેરોને ઓફમાર્કેટ સોદામાં રૂ.૧૧૨ કરોડમાં બજોરિયા ફેમિલીએ ખરીદી લઈને પોતાનું પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૬.૯૨ ટકાથી વધારીને ૭૨.૪૩ ટકા કરનાર (૩) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૩માં ચોખ્ખા નફામાં ૧૦૩.૫ ટકા ઉછાળો નોંધાવનાર (૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪માં અપેક્ષિત શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૩૪.૯૬ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૧૪ સામે શેર રૂ.૪૬૬.૨૫ ભાવે માત્ર ૧૩.૩૪ના પી/ઈએ ઉપલબ્ધ છે. રીફ્રેકટરીઝ ઉદ્યોગમાં વેસુવીયસ ઈન્ડિયા ૪૦ના પી/ઈ અને ઉદ્યોગની ૬૩ કંપનીઓના સરેરાશ ૫૩ના આરએચઆઈ સામે આઈએફજીએલ રીફ્રેકટરીઝ લિમિટેડ નાણા વર્ષ ૨૦૨૩-૨૪ની અપેક્ષિત ઈપીએસ રૂ.૩૪.૯૬ સામે ૧૩.૩૪ના પી/ઈએ ઉપલબ્ધ છે.