- વૃદ્ધાને આ ડોકટર આજે નથી, કાલે આવજો તેમ કહેવાયું
- OPDમાંથી ઘરે મોકલેલી વૃદ્ધા સિવિલ કેમ્પસમાં ઢળી પડી
- સિવિલ પોલીસ ચોકીના મહિલા કર્મીની માનવતા સામે આવી
સુરત નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં આ ડોકટર આજે નથી, કાલે આવજો તેમ કહેવાયું છે. ત્યારે OPDમાંથી ઘરે મોકલેલી વૃદ્ધા સિવિલ કેમ્પસમાં ઢળી પડી હતી. સિવિલ પોલીસ ચોકીના મહિલા કર્મીની માનવતા સામે આવી છે.
મહિલા પોલીસ કર્મીએ વૃદ્ધાને સારવાર માટે લઈને દોડી હતી
મહિલા પોલીસ કર્મીએ વૃદ્ધાને સારવાર માટે લઈને દોડી હતી. જેમાં બે દિવસથી વૃદ્ધા સારવાર માટે પોકાર કરતી હતી. તેમજ વૃદ્ધાને સારવાર અપાવીને માનવતા મહેકાવી હતી. નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી છે. આ ડોકટર આજે નથી, કાલે આવજો તેમ કહેવાતા OPD માંથી ઘરે મોકલેલી વૃદ્ધા સિવિલ કેમ્પસમાં ઢળી પડી હતી. જેમાં સિવિલ પોલીસ ચોકીના મહિલા કર્મીની માનવતા સામે આવી છે. મહિલા પોલીસ કર્મીએ વૃદ્ધાને સારવાર માટે લઈને દોડી હતી.
હિંસુ મોહિતાનું કાર્ય જોતા સૌ કોઈએ પોલીસની કામગીરીને બિરદાવી
પાંડેસરા ખાતે આવેલા આશાપુરી સોસાયટીમાં રહેતા વૃદ્ધા બે દિવસથી સારવાર માટે પોકાર કરતા હતા. જેમાં 67 વર્ષના આશાબેન પ્રભુનાથ એકલા રહે છે. તેમાં આશાબેનને કમરમાં દુખાવો હતો, સારવાર માટે સિવિલ આવ્યા હતા. જેમાં વૃદ્ધા પડી જતા સિવિલ પોલીસ ચોકીના હિંસુ મોહિતા નામના મહિલા પોલીસ કર્મી દોડી આવ્યા હતા. અને વૃદ્ધાની મદદ કરી હતી. જેમાં હિંસુ મોહિતાનું કાર્ય જોતા સૌ કોઈએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.


