શહેર ભાજપના અગ્રણીઓએ નવનિયુક્ત થયેલા તમામ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી
રાજકોટ શહેર ભાજપ લીગલસેલના કન્વીનર અને સિનિયર ધારાશાસ્ત્રી પિયુષભાઈ શાહ અને સહ કન્વીનર કમલેશભાઈ ડોડીયા એક સયુંકત અખબારી યાદીમાં જણાવે છે કે, ભારતના રાજકીય પક્ષોમાં આઝાદી બાદ સૌથી વધુ એટલે કે ૧૦ કરોડથી વધારે સભ્યો ધરાવનાર એક માત્ર રાજકીય પક્ષ એટલે કે ભાજપના સભ્યપદે હોવું અથવા તેના સંગઠનમાં જવાબદારી સોંપવામાં આવે તે બાબત જ ગૌરવની અને પ્રતિષ્ઠાની બાબત ગણાય છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ એટલે કે ૩૫૦૦ જેટલા વકીલો રાજકોટ શહેરમાં રાજકોટ બાર એસોસિએશન અને અન્ય એસોસિએશન સાથે જોડાયેલા છે. રાજકોટના વકીલોમાંથી મહદ અંશે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા છે. રાજકોટ ભાજપના લીગલ સેલની સંગઠનની ટીમની ઘોષણા કરવા માટે રાજકોટ શહેરના ભાજપના પ્રમુખશ્રી મુકેશભાઈ દોશી અને મહામંત્રીઓ સર્વે વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવભાઈ દવે અને અશ્વિનભાઈ મોલિયા સાથે ચર્ચા વિચારણા કરી રાજકોટ શહેર ભાજપના લીગલ સેલની એક્ઝિક્યુટિવ કમિટીના સાત સભ્યોની નિયુક્તિ કરવામાં આવેલ છે.
જેમાં ધર્મેશભાઈ સખીયા, વિમલભાઈ ડાંગર, વિરેનભાઈ વ્યાસ, રાકેશભાઈ ગોસ્વામી, જનસુખભાઈ બારોટ, શૈલેષભાઈ વ્યાસ, નેહાબેન જોશીને એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે નિમણુંક અપાઈ છે. આ નવનિયુક્ત સભ્યોને રાજકોટ શહેર ભાજપ સંગઠનના પ્રભારી પ્રકાશભાઇ સોની, રાજકોટ જિલ્લાના સરકારના પ્રભારીમંત્રી રાઘવજીભાઈ પટેલ, ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન અને રાજકોટના ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, સાંસદો સર્વ મોહનભાઇ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વ ઉદયભાઈ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા તેમજ ગુજરાત ભાજપના લીગલ સેલના કન્વીનર જે. જે. પટેલ અને ગુજરાત પ્રદેશ લીગલસેલના સહ કન્વીનર અનિલભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓએ નિયુક્ત થયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપેલ છે.