- કડકડતી ઠંડીને લઇ હવામાન વિભાગે કરી આગાહી
- અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે
- ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની સ્થિતિમાં કોઇ ફેરફાર નહીં
ઉત્તર ભારતમાં હાલમાં કોલ્ડ વેવની સાથે તીવ્ર ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે, હવે દક્ષિણ ભારતના લોકો પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તમિલનાડુના લોકપ્રિય પ્રવાસન સ્થળ ઉટીમાં તાપમાનમાં અચાનક ઘટાડો થયો છે. જેના કારણે શહેરીજનોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉત્તર ભારતમાં શિયાળાની સ્થિતિ
ઉત્તર ભારતમાં ઠંડીની સ્થિતિ વિશે વાત કરીએ તો, ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ગુરુવારે સવારે 8.30 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ અને બિહારના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વચ્ચે 7થી 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
કડકડતી ઠંડીની લહેર હવે ચાલુ રહેશે
પંજાબના મોટાભાગના ભાગો અને હરિયાણા અને ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 3 થી 6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. પંજાબના લુધિયાણામાં સૌથી ઓછું 3.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. શુક્રવારે પણ પંજાબ, હરિયાણા અને ચંદીગઢના કેટલાક સ્થળોએ તીવ્ર શીત લહેર આવવાની સંભાવના છે.


