- પાલિકા ઉપપ્રમુખને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામા આવી
- જંબુસરના ઈસ્માઈલ નગરના રહીશો દ્વારા ગટર પાણી
- રસ્તાની સમસ્યાને લઈ પાલિકા ઉપપ્રમુખને રજૂઆત કરાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર નગરમાં આવેલી ઈસ્માઇલ નગર સોસાયટી માં એસી થી નેવુ મકાન આવેલ છે. આ સોસાયટી ગટર,પાણી, સફઈ તથા સ્ટ્રીટ લાઈટ ની સમસ્યાઓ ઉદ્દભવેલી છે.ઈસ્માઈલ નગર સોસાયટીના રહીશો દ્વારા તેઓના વોર્ડના ચૂંટાયેલા સદસ્યોને રજૂઆત કરી હતી પરંતુ ચુંટાયેલા વોર્ડના સદસ્યો આ સોસાયટીના રહીશોની સમસ્યાઓ નિહાળવા આવતા નથી અને ફ્ક્ત ઇલેક્શનના ટાઇમે આવે છે, તેમ સોસાયટીના રહીશો દ્વારા આક્ષેપ કરી જણાવ્યુ હતુ. જંબુસર નગર પાલિકા ખાતે ઈસ્માઈલનગરના રહીશો દ્વારા જંબુસર નગરપાલિકાના પ્રમુખ રજૂઆત માટે આવ્યા હતા અને ઉપપ્રમુખ સુરેશ ખારવાને મળીને તેઓ ધ્વારા સોસાયટીમાં ગટર પાણી સ્ટ્રીટ લાઈટ અને રસ્તાઓ યોગ્ય કરી અને ગંદકીનો નિકાલ કરાવે તેવી રજૂઆત કરી હતી. આ સમસ્યાનો હલ નહીં થાય તો સોસાયટીના રહીશો દ્વારા ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન હાથ ધરવાની ચીમકી આપી હતી
જંબુસરના ઈસ્માઈલ નગરના રહીશો પાલિકા ઉપપ્રમુખને રજૂઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.


