UAEના અબુ ધાબીમાં 16 ડિસેમ્બરના રોજ IPL2026નું મીની ઓકશન થવાનું છે. ખેલાડીઓની હરાજીની યાદી મંગળવારે (9 ડિસેમ્બર) ના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ મીની-હરાજીમાં કુલ 350 ખેલાડીઓ ભાગ લેશે. આ વખતે કુલ 1390 ક્રિકેટરોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 350 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ શોર્ટલિસ્ટમાં 240 ભારતીય અને 110વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ વખતની IPL2026 હરાજીમાં શાહરૂખ ખાન અને કાવ્યા મારનની ટીમ ખેલાડીઓ માટે કરોડોની બોલી લગાવશે.શાહરૂખખાન અને કાવ્યા મારન કરોડોની બોલી લગાવશે. જાણો અન્ય ટીમની સ્થિતિ.


