- દુબઈમાં ‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ યોજાશે
- 14મી ફેબ્રુઆરીના રોજ દુબઈમાં યોજાશે સમિટ
- મોટા મહાનુભાવો રહેશે ઉપસ્થિત
દુબઈમાં ‘વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ’ યોજાવા જઈ રહી છે. આ મોટા કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીની સાથે શાહરૂખ ખાન પણ ભાગ લેવાનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમિટમાં શાહરૂખ ખાન ભાષણ આપશે,આ ઈવેન્ટમાં દુનિયાની તમામ મોટી હસ્તીઓ ભાગ લેવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાથે તુર્કીના પીએમ અને કતારના શેખ મોહમ્મદ બિન હમદ અલ તાહિનીનું નામ પણ સામેલ છે.
PM મોદી ભાષણ
વિશ્વના સૌ લોકોની નજર પીએમના ભાષણ પણ હશે,કેમકે આ સમિટમા પીએમ ખુદ ભાષણ આપશે,તો કયા મુદ્દાઓ પર ભાષણ આપવાના છે,તે હજી નક્કી નથી,પણ નરેન્દ્ર મોદી ભાષણને લઈ સમગ્ર દેશ ઉત્સુક છે.
વર્લ્ડ સમિટમા શાહરૂખ
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ભાષણ આપવાના છે. આ ભાષણ લગભગ 15 મિનિટનું હશે. આ ખાસ અવસર પર શાહરૂખ મેકિંગ ઓફ અ સ્ટારની થીમ પર બોલવાના છે. આ ચર્ચાને ‘ધ મેકિંગ ઓફ અ સ્ટારઃ અ કન્વર્સેશન વિથ શાહરૂખ ખાન’ નામ આપવામાં આવ્યું છે. આમાં શાહરૂખ ખાન તેના સ્ટારડમ અને જીવનની સફર વિશે વાત કરશે.
શાહરૂખ માટે 2023 એક શાનદાર વર્ષ હતું
વર્ષ 2023 શાહરૂખ માટે શાનદાર વર્ષ હતું. ગયા વર્ષે તેણે ‘પઠાણ’, ‘જવાન’ અને ‘ડેંકી’ જેવી શ્રેષ્ઠ ફિલ્મો આપી. શાહરૂખની ‘પઠાણ’ અને ‘જવાન’એ બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આ શાનદાર ફિલ્મો બાદ શાહરૂખ ખાનના ચાહકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ, શાહરૂખે હજુ સુધી તેની આગામી ફિલ્મ વિશે કોઈ માહિતી શેર કરી નથી.


