- શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશની જીત
- શ્રીલંકા-બાંગ્લાદેશ મેચમાં ટાઈમ આઉટનો વિવાદ થયો
- શાકિબે ટાઈમ આઉટ અંગે ખુલ્લીને વાત કરી
વર્લ્ડકપ 2023માં સોમવારે રમાયેલી મેચમાં એન્ઝેલો મેથ્યૂઝને જે રીતે આઉટ આપવામાં આવ્યો હતો તે ચર્ચાનો વિષય રહ્યો છે. સદિરાના આઉટ થયા પછી, જ્યારે મેથ્યૂઝે સ્ટ્રાઇક લેવા માટે બે મિનિટથી વધુ સમય લીધો, ત્યારે બાંગ્લાદેશના કેપ્ટન શાકિબે ટાઈમ આઉટની અપીલ કરી હતી. જેથી અંપાયરે મેથ્યૂઝને આઉટ જાહેર કર્યો હતો. જે બાદ મેથ્યૂઝ નિરાશ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. મેચ બાદ જ્યારે શાકિબને ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત આપવામાં આવેલા આ ટાઈમ આઉટ વિશે પૂછવામાં આવ્યું તો તેણે પોતાના વિચારો વિગતવાર વ્યક્ત કર્યા હતા.
શાકિબ અલ હસને શું કહ્યું?
શાકિબે કહ્યું કે, ‘અમારો એક ફિલ્ડર મારી પાસે આવ્યો અને કહ્યું કે જો હું અપીલ કરીશ તો મેથ્યૂઝને આઉટ આપવામાં આવશે. જ્યારે મેં આ કર્યું ત્યારે અમ્પાયરે મને પૂછ્યું કે શું હું ગંભીર છું. નિયમોમાં આનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મને ખબર નથી કે તે સાચું છે કે ખોટું મને લાગ્યું કે હું યુદ્ધમાં છું. આવી સ્થિતિમાં મારે જે કરવું હતું તે મેં કર્યું. આ ટાઈમ આઉટે અમને ઘણી મદદ કરી છે. આ વાતનો હું સ્વીકાર કરૂં છું.
શું હતો મામલો?
સોમવારે દિલ્હીમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ રમાઈ હતી. શાકિબે શ્રીલંકાની ઈનિંગની 25મી ઓવરમાં સાદિરા સમરવિક્રમાને આઉટ કર્યો હતો. જે બાદ એન્ઝેલો મેથ્યુઝ મેદાનમાં આવ્યો હતો. તે બેટિંગ માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તેના હેલ્મેટનો પટ્ટો તૂટી ગ હતો. જેથી મેથ્યૂઝે બીજું હેલ્મેટ મંગાવ્યું હતું. જેથી ડ્રેસિંગ રૂમમાંથી નવું હેલ્મેટ આવ્યું ત્યાં સુધીમાં 2 મિનિટ વીતી ચૂકી હતી. આવી સ્થિતિમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને અમ્પાયરને મેથ્યૂઝને આઉટ કરવાની અપીલ કરી હતી. અહીં મેથ્યૂઝને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.