ઢેબર ચોકમાં ઉમેદવારમાં યોજાયેલી જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં આજે બપોરે ઢેબર ચોક ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં ખેડૂતનો ખર્ચ વધ્યો છે. અને આવક વધી નથી. તેમજ ભાજપે અયોધ્યામાં ઇવેન્ટ કરી હતી. પરંતુ કોઈ શંકરાચાર્ય હાજર રહ્યા ન હતા. તેમજ પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોરને હનુમાનજી સાથે સરખાવ્યા હતા.
રાજકોટ લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં ઢેબર ચોક ખાતે એક જંગી જાહેર સભા યોજાઇ હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કરતાં પોતાના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી ગેસના બાટલાના ભાવ ઘટાડવાના બદલે સતત વધી રહ્યા છે તેમજ ગુજરાતનો ખેડૂત વાવેતર માટે જે ખર્ચ કરે છે તેના પ્રમાણમાં પૂરતું વળતર મળતું નથી. જેના કારણે ખેડૂતોની હાલત દિન-પ્રતિદિન કથડતી જાય છે. તેમજ સભાને સંબોધન કરતાં વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તે ભાજપની ઈવેન્ટ હતી. અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક પણ શંકરાચાર્ય હાજર રહ્યા ન હતા. તેમજ પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોરને હનુમાનજી સાથે સરખાવ્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ઉમેદવાર પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ડો. હેમાંગ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, ભાનુબેન સુરાણી સહિતના કોંગી આગેવાનો હાજર રહ્યા હતા.


