- નરાધમ મૌલાનાની પિશાચી હરકત
- તરૂણને પગ દબાવવા બોલાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
- તરૂણની સાથે માતાને પણ ધમકાવી
જૂનાગઢનાં માંગરોળથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મદ્રેસામાં ભણતા તરૂણ સાથે મદ્રેસાના મૌલાનાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. ઉપરાંત આ મામલે તરૂણની માતાને પણ મદ્રેસાના ટ્રસ્ટીઓ દ્વારા ધમકાવાયા હતા.
બાળકોના શિક્ષણને લાંછન લગાડે એવી એક ઘટના જૂનાગઢના માંગરોળથી સામે આવી છે. અહીંના કાશિકુલ ઉલ્લુમ એજ્યુકેશન ટ્રસ્ટના મૌલાના અને ટ્રસ્ટી વિરૂદ્ધ તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હોવાના આરોપોના પગલે આસપાસના વિસ્તારોમાં હડકંપ મચી ગયો છે. આ બાબતે તરૂણની માતા દ્વારા જૂનાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે પોક્સો એક્ટની કલમો લગાડી ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો પ્રમાણે કાશીકુલ ઉલ્લુમમાં તરૂણ સાથે નરાધમ મૌલાનાએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. જેમાં પહેલા તરૂણને મૌલાનાએ પગ દબાવવા તેને પોતાની પાસે બોલાવીને તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્ય આચર્યું હતુ. આ બાબતે તરૂણે ટ્રસ્ટીને ફરિયાદ કરતા તેમણે તરૂણને ધમકી આપી હતી. જ્યારે આ મામલે પીડિત તરૂણે માતાને જાણ કરતા તેના માતા મદરેસા આવ્યા હતા ત્યારે પણ ટ્રસ્ટીએ તેની માતાને ધમકાવી હતી. જેના પછી આખરે માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી જેને લઈને પોલીસે ગુનો નોંધીને મદરેસા પહોંચી તપાસ હાથ ધરી હતી.
તરૂણે તેની માતાને જણાવ્યા પ્રમાણે ત્યાંના મૌલાના અડધી રાત્રે તેના રૂમમાં પગ દબાવવા અને પાણી આપવાના બહાને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાની ફરિયાદ કરી છે. ત્યારે આ બાબતે આ તરુણે મદ્રેસાના ટ્રસ્ટીને માહિતગાર કર્યા. ત્યારે મદ્રેસાના ટ્રસ્ટી દ્વારા આ વાત કોઈને કહીશ તો તું આગળ ભણી નહિ શકે અને મદ્રેસામાંથી તારું નામ કાઢી નાખવામાં આવશે એવી ધાક ધમકી આપી અને ચૂપ કરવાની કોશિશ કરવામાં આવી હતી. જેના પછી તરૂણને મૌલાનાએ પણ ડરાવ્યો હતો અને ઉપરાંત તેની માતાને પણ ધમકી આપી હતી.હાલ આ હવસખોર મૌલાના વિરુદ્ધ પોક્સોની કલમો લગાડીને કેસ નોંધવામાં આવ્યો છે અને માંગરોળ સર્કલ પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.