- સુરતના SEZના જ્વેલર્સના પ્રમોટર્સની અમદાવાદ, સુરત, UAE ઓફિસોમાં સર્ચ
- 2,284 કરોડના શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ કરી ઈન્વોઈસ આયાત કર્યાના પુરાવા મળ્યાં
- છેલ્લા બે વર્ષમાં કંપનીએ રૂ. 3,700 કરોડની આયાત અને નિકાસ કરી છે
સુરતમાં SEZ ખાતે શરણમ્ જવેલર્સ LLP ના પ્રમોટરોની અમદાવાદ, સુરત અને UAEના ઓફિસોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હાથ ધરેલ સર્ચ દરમ્યાન ભારતની બહાર વિદેશી હૂંડિયામણ મોકલવામાં આવી હોવાના પુરાવા મળી આવ્યા છે. જેમાં ડમી કંપનીઓ મારફતે રૂ. 2,284 કરોડના શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ કરીને ઈન્વોઈસની આયાત કરવામાં આવ્યા હોવાના પુરાવા એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને મળી આવ્યા છે. ઈડીએ સર્ચ દરમ્યાન રૂ. 1.14 કરોડના બેલેન્સ સાથે સંકળાયેલી સંસ્થાઓના બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા છે. શેલ કંપનીઓ મારફતે આશરે 5 હજાર કરોડથી વધુની એન્ટ્રીઓ મળી આવતા ઈડીએ એફએએસએલ સહિતની મદદ મેળવીને તપાસ ચાલુ કરી છે.
એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 1999 ના ફેરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (હ્લઈસ્છ) ની જોગવાઈઓ હેઠળ શરણમ જ્વેલ્સ LLP, તેના પ્રમોટર અવધ હર્ષદ યાજ્ઞિક અને તેના સહયોગીઓ, વંશ માર્કેટિંગ આશિક પટેલના અમદાવાદ, સુરત અને UAEમાં આવેલી ઓફિસોમાં સર્ચ કર્યુ હતુ. અમદાવાદ, સુરત અને ધુબરી સહિત વિવિધ સ્થળોએ.EDએ જણાવ્યું હતું કે તેણે વિશ્વસનીય માહિતીના આધારે તપાસ શરૂ કરી છે, જેમાં જાણવા મળ્યું છે કે આ કંપનીઓ મોટા પાયે ભારતની બહાર વિદેશી હૂંડિયામણ મોકલવામાં સામેલ છે. સર્ચ દરમિયાન જાણવા મળ્યું છે કે શરણમ જ્વેલ્સ LLP સુરતના SEZ ખાતે એક યુનિટ ચલાવે છે અને જેમ્સ અને જ્વેલરીની આયાત-નિકાસ કરે છે.છેલ્લા બે વર્ષમાં કંપનીએ રૂ. 3,700 કરોડની આયાત અને નિકાસ કરી છે. શરણમ્ જવેલર્સએ કંપનીના હિસાબના ચોપડામાં રૂ. 520 કરોડનો સ્ટોક ક્લોઝિંગ દર્શાવ્યો છે, જોકે, ભૌતિક ચકાસણી પર, રૂ. 19.70 લાખની કિંમતનો નજીવો સ્ટોક મળી આવ્યો છે હતો. EDની તપાસમાં જાણવા મળ્યું છે કે શરણમ જ્વેલ્સ LLP અને તેના સહયોગી વંશ માર્કેટિંગે અન્ય શેલ કંપનીઓમાં એન્ટ્રીઓની મદદથી આયાત અને નિકાસના આડમાં રૂ. 5,000 કરોડથી વધુની એન્ટ્રીઓ મળી આવી છે. ઈડીને સર્ચ દરમ્યાન રૂ. 1.14 કરોડની બેલેન્સ સાથે સંકળાયેલી સંસ્થાઓના બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા છે.


