- ક્યારેય ભૂખ્યા ન રહો
- વર્કઆઉટની મદદથી જળવાશે ફિટનેસ
- તેલવાળી વસ્તુઓ ખાવાથી થશે ઉપવાસમાં નુકસાન
આજથી 9 દિવસ સુધી નવરાત્રિનો તહેવાર ઉજવાશે. આ સમયે લોકો દેવી માતાના અલગ અલગ સ્વરૂપની પૂજા કરે છે. અનેક લોકો દેવી માતાના માટે સમર્પણ રાખીને ઉપવાસ કરે છે. આ સાથે વ્રત રાખવાના અનેક ફાયદા પણ છે આ સાથે વ્રતના સમયે હેલ્થનું ધ્યાન રાખવાનું જરૂરી છે. હેલ્થ પર તેની નેગેટિવ અસર થશે નહીં. તમે નવરાત્રિમાં ધ્યાનથી વ્રત રાખો છો તો તમને મુશ્કેલી રહેશે નહીં.
ભૂખ્યા ન રહો
જો તમે નવરાત્રિનું વ્રત રાખી રહ્યા છો તો એકદમ ભૂખ્યા ન રહો. તમે ખાવાનું છોડી દેશો તો શરીરમાં એનર્જી લેવલ ઘટી જશે. વ્રત સમયે શરીરને ઓછામાં ઓછી 1200 કેલેરીની જરૂર રહે છે. આ માટે થોડા થોડા સમયે કંઈક ને કંઈક ખાતા રહો.
વર્કઆઉટ
કેટલાક લોકો વધારે ફિટનેસની ચિંતા ધરાવે છે. તેઓ વ્રત સમયે પણ વર્કઆઉટ કરે છે પણ આવું કરવું હેલ્થ માટે સારું નથી. વ્રત કરવાથી શરીરમાં પહેલાની સરખામણીએ એનર્જીનું લેવલ લો રહે છે અને તેનાથી ચક્કર પણ આવી શકે છે.
ન ખાઓ તેલની વસ્તુઓ
આખો દિવસ ભૂખ્યા રહ્યા બાદ જો તમે એકદમથી તેલવાળું ભોજન લેશો તો તેનાથી હેલ્થ ખરાબ થઈ શકે છે. સાંજના સમયે તળેલા બટાકા, પૂરી કે પકોડા ખાવાથી શરીરમાં બ્લડ શુગર વધી શકે છે.
ડિહાઈડ્રેશન
વ્રતના સમયે લોકો વધારે પાણી પીતા નથી અને તેના કારણે તેમને ડિહાઈડ્રેશન થવાનો ખતરો રહે છે. આ સમયે તેનો ખ્યાલ આવતો નથી પણ આ પછી ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આ માટે વ્રતના સમયે તેનાથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. આ સિવાય ચા કે કોફી પીવાનું પણ ટાળો. તેનાથી એસિડિટી અને છાતીમાં બળતરાની સમસ્યા થઈ શકે છે.