ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન શિખર ધવને ગુરુવારે એક મોટો ખુલાસો કર્યો છે. તેમને પોતાના પ્રેમ જીવન વિશે ચાલી રહેલી અટકળોનો પણ અંત લાવી દીધો છે. ડાબા હાથના બેટ્સમેનએ ઈન્સ્ટાગ્રામ પર સોફી સાઈન સાથેનો એક ફોટો શેર કર્યો.
શિખર ધવનની ગર્લફ્રેન્ડ સોફીએ આ તસવીરને કેપ્શન આપ્યું છે કે “મારો પ્રેમ.” આ પહેલા, ધવન અને સોફી વિશે વિવિધ ચર્ચાઓ ફેલાઈ રહી.
ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન સાથે જોવા મળ્યા શિખર ધવન અને સોફી
શિખર ધવન અને સોફી 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન સાથે જોવા મળ્યા હતા. બંને ભારત-પાકિસ્તાન મેચનો આનંદ માણી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં ફેન્સના મનમાં સવાલો ઉભા થવા લાગ્યા કે સોફી કોણ છે. તમને જણાવી દઈએ કે સોફી વ્યવસાયે પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. ગયા વર્ષના અંતમાં તે શિખર ધવન સાથે એરપોર્ટ પર પણ જોવા મળી હતી. આ સિવાય તે IPLમાં પણ જોવા મળી છે.
શિખર ધવનના થયા છે છૂટાછેડા
તમને જણાવી દઈએ કે ધવનના લગ્ન આયેશા મુખર્જી સાથે થયા હતા. પરંતુ બંનેના છૂટાછેડા થઈ ગયા છે. બંનેને એક દીકરો પણ છે, જેનું નામ ઝોરાવર છે. ઝોરાવર તેની માતા સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. શિખર ધવન ઘણીવાર ફરિયાદ કરે છે કે તે તેના પુત્ર ઝોરાવરને મળી શકતો નથી.
ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે શિખર ધવન
શિખર ધવન ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જો આપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધવનના આંકડા પર નજર કરીએ તો, તેને 34 ટેસ્ટની 58 ઈનિંગ્સમાં 40.61 ની એવરેજ અને 66.94 ના સ્ટ્રાઈક રેટથી 2315 રન બનાવ્યા છે. શિખર ધવને ટેસ્ટમાં 7 સદી અને 5 અડધી સદી ફટકારી છે. ગબ્બરે 167 વનડે મેચની 164 ઈનિંગ્સમાં 6793 રન બનાવ્યા છે. તેને વનડેમાં 39 અર્ધશતક અને 17 સદી પણ ફટકારી છે. ધવને પોતાની કારકિર્દીમાં 68 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેને 27.92ની એવરેજ અને 126.36 ના સ્ટ્રાઈક રેટથી 1759 રન બનાવ્યા.