ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. શિખરે ગુરુગ્રામમાં એક સુપર લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. સીઆઈ મેટ્રિક્સના રિપોર્ટ મુજબ, તેણે ડીએલએફના સુપર લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટમાં 69 કરોડ રૂપિયાનું એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.
શિખરે આ ખરીદી 4 ફેબ્રુઆરી, 2025 ના રોજ કરી હતી
રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ ફર્મ CRE મેટ્રિક્સે જણાવ્યું હતું કે ધવને ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર DLFના નવા સુપર-લક્ઝરી પ્રોજેક્ટ ‘ધ ડાહલિયાસ’માં 6,040 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. પેઢીએ જણાવ્યું હતું કે શિખરે આ ખરીદી 4 ફેબ્રુઆરી, 2025 ના રોજ કરી હતી.
રજિસ્ટ્રી ફેબ્રુઆરીમાં થઈ હતી
શિખરે જે એપાર્ટમેન્ટ ખરીદ્યો છે તેની કિંમત 65.61 કરોડ રૂપિયા છે અને સ્ટેમ્પ ડ્યુટી 3.28 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, DLF એ હરિયાણાના ગુરુગ્રામના DLF ફેઝ-5 માં 17 એકરનો રહેણાંક પ્રોજેક્ટ ‘ધ દહલિયાસ’ શરૂ કર્યો હતો. તેમાં 420 એપાર્ટમેન્ટ અને પેન્ટહાઉસ છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ
શિખર ધવન વિશે વાત કરીએ તો, આ અનુભવી બેટ્સમેને ગયા વર્ષે ઓક્ટોબરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ધવને 2010 માં ડેબ્યૂ કર્યું હતું. ધવને ભારત માટે 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી20 મેચ રમી છે. તેમને ગબ્બર તરીકે પણ ઓળખવામાં આવે છે.
ધવને ઓગસ્ટ 2024 માં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે 2010 માં વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા સામે ODI ડેબ્યૂ કર્યું અને 2022 માં બાંગ્લાદેશ સામે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી. તેણે પોતાની કારકિર્દીમાં 34 ટેસ્ટ, 167 ODI અને 68 T20 મેચ રમી.


