- આરોગ્ય વિભાગે 10 કિલો અખાદ્ય જથ્થાનો કર્યો નાશ
- 2 સ્થળોએ મનપાના આરોગ્ય વિભાગે કર્યા દરોડા
- શ્રીનાથજી ફૂડમાં 4 કિલો વાસી અને સડેલા બટાટા મળ્યા
રાજકોટમાં ફાસ્ટફૂડના શોખીનો માટે આઘાતજનક સમાચાર આવ્યા છે. આરોગ્ય વિભાગે 10 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. જેમાં 2 સ્થળોએ મનપાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. શ્રીનાથજી ફૂડમાં 4 કિલો વાસી અને સડેલા બટાટા મળ્યા છે. તથા એક્સ્પાયરી ચોકલેટ સોસ પણ મળી આવ્યો છે.
ભોલા ફાસ્ટફૂડમાંથી પિઝા, પાઉ સહિત 5 કિલો વાસી જથ્થો મળ્યો
ભોલા ફાસ્ટફૂડમાંથી પિઝા, પાઉ સહિત 5 કિલો વાસી જથ્થો મળ્યો છે. ત્યારે બંને વેપારીને ત્યાંથી ચીઝ, બટર, ચટણીના સેમ્પલ લીધા છે. જેમાં રાજકોટ મનપાના ફાસ્ટફૂડના વેપારીઓને ત્યાં દરોડા પડતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ વાસીઓ પરિવાર સાથે ફાસ્ટફૂડ ખાતા પહેલા 100 વખત વિચાર કરજો. રાજકોટ મહાનગરપાલિકાએ ફાસ્ટ ફૂડના બે વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરી છે.

બે સ્થળોએથી 10 કિલો અખાધ જથ્થાનો નાશ કરવામાં આવ્યો
અલગ અલગ બે સ્થળોએથી 10 કિલો અખાધ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. યાગ્નિક રોડ પર આવેલા શ્રીનાથજી ફાસ્ટ ફૂડમાં તપાસ કરતા ચાર કિલો વાસી અને સડેલા બટેટા તેમજ એક કિલો એક્સપાયરી ચોકલેટ સોસ મળી આવ્યો છે. બંને ફાસ્ટ ફૂડમાંથી ચીઝ, બટર અને લીલી ચટણીના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે આવેલા ભોલા ફાસ્ટ ફૂડમાં વાસી પાઉ પિઝા સહિત પાંચ કિલો વાસી જથ્થો મળી આવ્યો છે.


