- અમદાવાદ CP જી.એસ.મલિકે ઘટ્ટ હોવાનું સ્વીકાર્યું
- 2500-3000 પોલીસકર્મીઓની અછત છે: CP
- પોલીસ વિભાગમાં પહેલા જેટલી અછત હવે નથી
અમદાવાદમાં પોલીસકર્મીની ઘટ્ટ છે. જેમાં અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકે ઘટ્ટ હોવાનું સ્વીકાર્યું છે. તેમજ જી.એસ.મલિકે નિવેદન આપતા જણાવ્યું છે કે 2500-3000 પોલીસકર્મીઓની અછત છે. તથા પોલીસ વિભાગમાં પહેલા જેટલી અછત હવે નથી. છેલ્લા વર્ષોમાં પોલીસની સ્ટ્રેંથ પણ વધી છે. હાલ અમદાવાદમાં 12,500 જેટલી પોલીસ ફોર્સ છે.
પોલીસ વિભાગમાં પહેલા જેટલી અછત હવે નથી
શહેરમાં પોલીસકર્મીઓની અછત પર પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે પોલીસ વિભાગમાં પહેલા જેટલી અછત હવે નથી. અમદાવાદ શહેરમાં 2500-3000 પોલીસકર્મીઓની અછત છે. છેલ્લા વર્ષોમાં પોલીસની સ્ટ્રેંથ પણ વધી છે. હાલ અમદાવાદમાં 12,500 જેટલી પોલીસ ફોર્સ છે. વસતી વધતાની સાથે શહેરમાં વધુ પોલીસની જરૂરિયાત પણ વધે છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટનું આયોજન કરવામાં આવશે. ઝોન 7ના પોલીસ કર્મચારીઓનો સ્ટ્રેસ ઘટે તે માટે આયોજન કરાયું છે.
શારીરિક અને માનસિક ફિટનેસ પર ધ્યાન આપવાથી સ્ટ્રેસ દૂર થશે
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકનું સૂચક નિવેદન છે કે પોલીસ કમિશનર હોય કે કોન્સ્ટેબલ બધાને સ્ટ્રેસ હોય છે. પોલીસનું કામ સ્ટ્રેસ વાળું છે માટે તમામ પોલીસકર્મીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટ જરૂરી છે. આગામી દિવસોમાં શહેરના તમામ પોલીસકર્મીઓને સ્ટ્રેસ મેનેજમેન્ટના પાઠ શીખવવામાં આવશે. તેમજ શારીરિક અને માનસિક ફિટનેસ પર ધ્યાન આપવાથી સ્ટ્રેસ દૂર થશે.


