IPL 2025ની ક્વોલિફાયર 2 મેચમાં આ વખતે પંજાબ કિંગ્સે 5 વખતની ચેમ્પિયન અને ધાકડ ખેલાડીઓથી ભરેલી ટીમ એવી મુંબઈ ઇન્ડિયન્સને હારનો સ્વાદ ચખાડી દીધો છે. IPLના ઇતિહાસમાં બીજીવાર પંજાબ કિંગ્સે ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી નાખી છે. આ વખતે ટીમ પાસે પહેલી વાત ટ્રોફી જીતવાનું સપનું પૂરું કરવાની એક ઉત્તમ તક છે.
શ્રેયસ ઐયરની શાનદાર કપ્તાની
મુંબઈ ઇન્ડિયન્સની સામે આ વખયે ઐયર આકરા પાણીએ હોય એવું લાગી રહ્યું છે. ઘાયલ સિંહની જેમ ક્વોલિફાયર 2 મેચમાં બાઉન્સ બેક કરીને મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું પણ ખરું. ક્વોલિફાયર 2 મેચમાં 41 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને 87 રનનો ફાળો આપીને ટીમને જીતના દરવાજા સુધી સ્વયં શ્રેયસ લઈ ગયા હતા. આ મેચ દરમિયાન શ્રેયસ ઐયરે કોહલીના એક મહા કીર્તિમાનને પણ પાછળ રાખી દીધો.
વિરાટ કોહલીનો તોડ્યો રેકોર્ડ
IPL 2025ની ક્વોલિફાયર 2 મેચમાં 19મી ઓવરના છેલ્લા બોલ પર મુંબઈના બોલર એવા અશ્વિની કુમારને છગ્ગો ફટકારી પોતાની ટીમને જીતાડી, અને આ છગ્ગા સાથેજ શ્રેયસ ઐયર IPLની આ સિજનના ઇતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધારે છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ રીતે શ્રેયસ ઐયર હાલ કિંગ કોહલી કરતાં આગળ ચાલી રહ્યા છે. શ્રેયસ ઐયર 39 છગ્ગા ફટકારીને પ્રથમ સ્થાને છે.
ક્રિસ ગેલને પણ પાછળ રાખ્યો
શ્રેયસ ઐયરના નામે એક બીજો રેકોર્ડ પણ સ્થાપિત થયો છે. આ રેકોર્ડ પંજાબ તરફથી રમનાર ખેલાડી તરીકે સૌથી વધારે છગ્ગા ફટકારનાર ખેલાડીનો છે. અને આ રેકોર્ડમાં પંજાબની ટીમ તરફથી શ્રેયસ ઐયર સૌથી આગળ છે. aઆ વખતે આઇપીએલ 2025 માં ઐયરે પંજાબ તરફથી 38 છગ્ગા ફટકાર્યા છે. આ રેકોર્ડ માં તેણે ક્રિસ ગેલને પણ પાછળ રાખ્યો છે.


