ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શિક્લાને ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં લઈ જનાર મિશન એક્સિઓમ-4ને ફરી એક વખત સ્થગિત કરી દેવાયું છે. નાસાના આ મિશનમાં ચાર મેમ્બર શામેલ છે. શરૂઆતમાં આ મિષન માટે 29 મેની તારીખ જાહેર કરવામાં આવી હતી, પરંતું અલગ-અલગ કારણોસર તારીખ આગળ ધકેલવામાં આવી છે. હવે આ મિશન માટે 22 જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી. પણ હવે તેને પણ આગળ વધારી દેવામાં આવી છે. હાલ, નાસા તરફથી આગળની તારીખને લઈને કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી. મિશન અનુરુપ સ્થિતિ બન્યા બાદ તેને લોન્ચ કરવામાં આવશે.
એક્સિઓમ સ્પેસે જણાવ્યું હતું કે નાસાએ રવિવાર, 22 જૂનના રોજ એક્સઓમ મિશન 4ના લોન્ચિંગથી પાછળ હટવાનો નિર્ણય કર્યો છે. આવનારા દિવસોમાં મિશનના લોન્ચ માટે નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. અંતરિક્ષ એજન્સીએ જણાવ્યું હતું કેઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર પરિચાલનનું આલંકન ચાલુ રાખવા માટે થોડા સમયની જરુર પડશે. છે.
એક્સઓમ સ્પેસે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે અંતરીક્ષ સ્ટેશનની જટીલ અને એકબીજા પર રહેવાવાળી પ્રણાલિઓનો જોતા નાસા ડેટાની સમિક્ષા કરવા માટે સમય લઈ રહ્યું છે. નાસા એ નક્કી કરવા માંગે છે કે સ્પેસ સ્ટેશનની પ્રણાલીઓ સ્પેસ સ્ટેશનની સિસ્ટમ્સ વધારાના ક્રૂ સભ્યોને ટેકો આપવા માટે તૈયાર હોવી જોઈએ.”