- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ
- શુભમન ગિલ T20 સિરીઝમાં પણ ભારતીય ટીમનો ભાગ
- ભૂતપૂર્વ ભારતીય ખેલાડી ગાવસ્કરે ગિલ અંગે આપી પ્રતિક્રયા
શુભમન ગિલ ભારતના તે બેટ્સમેનોમાંનો એક છે જે ત્રણેય ફોર્મેટ રમે છે. આ દિવસોમાં ગિલ અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી ત્રણ મેચની T20 સિરીઝમાં પણ ભારતીય ટીમનો ભાગ છે. મોહાલીમાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચમાં ગિલને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે માત્ર 12 બોલમાં 23 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. હવે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી રોહન ગાવસ્કરે કહ્યું કે ગિલ ભારતીય T20 ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફિટ બેસતો નથી.
ગિલનને પ્લેઈંગ-11માં સ્થાન મેળવવું મુશ્કેલ
પ્રથમ T20માં અફઘાનિસ્તાન સામેની ભારતની જીત બાદ ગાવસ્કરે કહ્યું, “શુભમન ગિલ દેખીતી રીતે ખૂબ જ ટેલેન્ટેડ ખેલાડી છે. પરંતુ અત્યારે યશસ્વી જયસ્વાલ રમશે. જ્યારે વિરાટ આવશે ત્યારે તે રમશે. તમને લાગે છે કે હાલમાં ગિલ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવું મુશ્કેલ હશે.”
આ સિવાય ગાવસ્કરે આ વર્ષે રમાનારા T20 વર્લ્ડકપ વિશે જણાવ્યું કે, તે ભારતીય ટીમમાં કયા ત્રણ ખેલાડીઓને જોવા માંગે છે. મારા માટે ત્રણ ખેલાડી હોવા જોઈએ – સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ અને યશસ્વી જયસ્વાલ. હું માત્ર ટીમ માટે પૂછી રહ્યો નથી , પરંતુ પ્લેઈંગ ઈલેવન માટે પણ કહી રહ્યો છું.” હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પસંદગીકારો T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં કયા ખેલાડીઓને તક આપે છે.
ગિલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ગિલે જાન્યુઆરી, 2023માં T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી લઈને અત્યાર સુધી તેણે 14 T20 મેચ રમી છે, 14 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 25.76ની એવરેજ અને 147.57ની સ્ટ્રાઈક રેટથી 335 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 1 ફિફટી ફટકારી છે.


