- શ્રીલંકા વિરુદ્ધ ભારતની શાનદાર જીત
- ભારતે શ્રીંલકાને 302 રને હરાવ્યું
- શ્રીલંકા વિરુદ્ધ મેચમાં શમીએ લીધી 5 વિકેટ
શ્રીલંકા વિરુદ્ધ ભારતીય ટીમની શાનદાર જીત થઈ છે. ભારત સામે શ્રીલંકાની ટીમ 55 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી ભારતીય ટીમની 302 રને જીત થઈ હતી. આ મેચમાં મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી. જે બાદ શમીએ પોતાના માથા પર રાખીને ડ્રોસિંગ રૂમ તરફ ઈશારો કર્યો હતો. જે બાદ દરેકના મનમાં એક મોટો પ્રશ્ન હતો કે આ ઈશારો કોના તરફ અને શા માટે કર્યો હતો.
શમીએ ડ્રેસિંગ રૂમ તરફ કર્યો હતો ઈશારો
ભારતના ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાની બોલિંગથી વર્લ્ડકપ 2023માં કહેર મચાવ્યો છે. શમીએ શ્રીલંકા સામેની મેચમાં ફરી એકવાર 5 વિકેટ લીધી છે. આ સાથે જ તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે છઠ્ઠા નંબરે પહોંચ્યો છે. શ્રીલંકા વિરુદ્ધની મેચમાં શમીએ પાંચમી વિકેટ લઈને તેને ડ્રેસિંગ રૂમ તરફ એક ઈશારો કર્યો હતો. આ ઈશારો કોના માટે હતો, તેનો ખુલાસો ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલે કર્યો છે. ગિલે મેચ બાદ જણાવ્યું હતું કે,શમીનો આ ઈશારો ભારતીય ટીમના બોલિંગ કોચ પારસ મ્હામ્બરે માટે હતો. જો કે, શમીએ બોલિંગ કોચ તરફ ઈશારો શા માટે કર્યો તેનું કારણ ગિલે જણાવ્યું નથી.
ભારતની સતત 7મી મેચમાં જીત
મોહમ્મદ શમીએ ફરી એકવાર શનાદાર પ્રદર્શન કરીને શ્રીલંકા સામે 5 ઓવરમાં 18 રન આપીને 5 વિકેટ ઝડપી હતી અને ભારતે 302 રનની મોટી જીત નોંધાવી હતી. શમીને તેના પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ સાથે જ ભારતે વર્લ્ડકપ 2023માં સતત સાતમી મેચ જીતી છે. ભારત એકમાત્ર એવી ટીમ બની છે, જે વર્લ્ડકપમાં સતત 7 મેચ જીતી છે.