- વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ કર્યા લગ્ન
- સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટો
- ન્યુલી મેરિડ કપલની ઝલક આવી સામે
વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તે લગ્ન કરવા જઈ રહ્યો છે. હવે તેણે વીકેન્ડ વેડિંગની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નવવિવાહિત યુગલની ખુશી અને લગ્નની ઝલક સ્પષ્ટપણે જોઈ શકાય છે.
હીરાની વીંટી
સિદ્ધાર્થ માલ્યાએ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર બધાની સાથે શેર કરી છે. જેમાં દુલ્હન જાસ્મિન સિમ્પલ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે સિદ્ધાર્થ ફોર્મલ પોશાકમાં ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો છે. સિદ્ધાર્થે તેની દુલ્હનને ખૂબ જ સુંદર હીરાની વીંટી પહેરાવી હતી. ફોટોઝમાં મિસથી મિસિસ બનેલી જાસ્મિનના હાથમાં હીરાની વીંટી પહેરેલી જોવા મળી હતી. સોનાની આ વીંટીમાં નાના નાના હીરા પણ જડેલા હતા.
મિનિમલ લુકમાં ડિસન્ટ લાગી જાસ્મિન
પ્રથમ તસવીરમાં તે અને તેની પત્ની કારમાં બેસીને તેમની વીંટી ફ્લોન્ટ કરતા જોવા મળે છે. બીજી તસવીર તેમના લગ્ન દરમિયાન લેવામાં આવી છે. મહત્વનું છે કે સિદ્ધાર્થ અને જાસ્મીને ખ્રિસ્તી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. દુલ્હનના લુક વિશે વાત કરીએ તો તેણે ક્લાસિક સફેદ કલરનું ગાઉન પહેર્યુ હતું તેમાં જાસ્મિન ઘણી સુંદર લાગી રહી હતી. તેણે હેર કર્લ પણ કર્યા સાથે સાથે સિમ્પલ અને ડિસન્ટ મેક અપ પણ કેરી કર્યો હતો.
સોલિડ ગ્રીન જેકેટમાં દેખાયો સિદ્ધાર્થ
સિદ્ધાર્થના લુકની વાત કરીએ તો તેણે ક્લાસિક બ્લેક ટ્રાઉઝર પહેરેલો જોવા મળ્યો હતો. જેની સાથે તેણે સફેદ શર્ટ અને બ્લેક બો પેર કર્યા હતા. આ ઉપરાંત સિદ્ધાર્થે સોલિડ ગ્રીન રંગનું વેલવેટનું સૂટ જેકેટ પહેર્યુ હતું. આ લુકમાં સિદ્ધાર્થ એકદમ ડેશિંગ લાગતો હતો. આ તસવીરોમાં સિદ્ધાર્થ અને જાસ્મિનના ચહેરામાં પણ ખુશી છલકાતી સ્પષ્ટ જોવા મળી રહી હતી.
ગયા વર્ષે કરી હતી સગાઇ
મહત્વનું છે કે સિદ્ધાર્થે ગયા વર્ષે નવેમ્બરમાં જાસ્મિનને પ્રપોઝ કર્યું હતું. જાસ્મિનને પ્રપોઝ કરતી વખતે તેણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં સિદ્ધાર્થ હેલોવીનના અવસર પર જાસ્મિનને પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો. એક ફોટોમાં સિદ્ધાર્થ ઘૂંટણિયે બેસીને જાસ્મિનને પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો, જ્યારે બીજા ફોટોમાં જાસ્મિન પોતાની રિંગને ફ્લોન્ટ કરતી વખતે સિદ્ધાર્થ સાથે પોઝ આપતી જોવા મળી હતી. કપલની આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી.


