સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ – ગૌધુલીક ધાર્મિકતા અનુસાર લગ્નવિધિ – ૧૫ દંપતીપ્રભુતામાં પગલા પાડશે – પર્યાવરણ જાગૃતિ આવશ્યકતા અંગે ની જાણકારી – ચકલી જાળવણીનો આખો સેટ પણ આપવામાં આવશે
સાંજે ૪.૦૦ વાગ્યે બાપુના બાવલા ખાતેથી ફૂલેકું
શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૪ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઇ રહેલ છે. તે અંતર્ગત ૧૧ એપ્રિલ ૨૦૨૪ ને ગુરુવારે સાંજે ૩:૦૦ વાગ્યાથી (ગૌધુલીક લગ્ન પ્રસંગો) સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જે એપલગ્રીન પાર્ટી પ્લોટ ખાખીજાળીયા રોડ ઉપલેટા ખાતે ૧૫ દંપતી પ્રભુતામાં પગલા પાડશે.
આ સમૂહ લગ્નમાં દીકરીઓનો જરૂરીયાત અનુશાર કરિયાવર પણ આપવામાં આવનાર છે. જેમાં રસોડાની વપરાશ અર્થેની વસ્તુઓ તેમને મળી જાય તેવા પ્રયત્ન કરવામાં આવેલ છે. જેમાં આશરે ૩૦ જેટલી જરૂરી વસ્તુઓ કન્યાદાનમાં આપવામાં આપનાર છે. આ સમૂહ લગ્ન સાંજના ૩:૦૦ વાગ્યાથી બેન્ડવાજા સાથે બાપુના બાવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન થશે. અને ૫:૩૦ કલાકે ગૌધુલીક સમય અનુસાર લગ્નવિધિ પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવનાર છે. જેમાં મુખ્ય આચાર્યપદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ પી.જોષી બિરાજમાન રહેશે.
જયારે આ સમૂહ લગ્નમાં આજના સમયમાં જીવ માત્ર માટે જેની જરૂરિયાત તે પર્યાવરણજન જાગૃતિ અંગેનું માહત્મ્ય બતાવવામાં આવશે. જેમાં દરેક દંપતીને વૃક્ષના રોપ આપવામાં આવશે. જે તેમને આ વૃક્ષ ઉછેરવાથી પ્રકૃતિ પર્યાવરણને ખુબ જ હિતાવહ હોય જેની માવજતની તકેદારી અંગેની જાણકારી આપવામાં આવશે. તેમજ આજે સમાજમાં નાનામાં નાના જીવ એટલે ચકલી તેનું સંપૂર્ણ કક્ષ પણ દંપતીને આપવામાં આવશે. જેમાં ચણ , પાણીનું કુંડુ – ચણ માટેનું નાળ, માળો જેથી ચકલી બચાવો અભિયાનને પણ વેગ મળે. આવા શુભ આશયથી જીવ માત્રની સેવા એ જ પ્રભુ સેવાના સંગમ સાથે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે આ ઉત્સવ માટે સમગ્ર ઉપલેટા પંથકમાં ધમધમાટ ચાલી રહેલ છે. આ ધર્મોત્સવમાં પૂજ્ય લાલબાપુ (ગધેથડ)ના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે. તેમજ શ્રધ્ધેય મુક્તાનંદબાપુ (ચાંપરડા),શ્રધ્ધેય શેરનાથબાપુ (જુનાગઢ), શ્રધ્ધેય ધર્મનંદ સ્વામી (ઉપલેટા),
શ્રધ્ધેય વિષ્ણુદાસ બાપુ (ચિત્રાવડ) ,શ્રધ્ધેય રાજીવપુરી બાપુ (ઉપલેટા),શ્રધ્ધેયશ્રી નારાયણ સ્વરુપદાસ સ્વામી (ખીરસરા) જેવા અનેક સાધુ સંતોના અંતરીક્ષ રૂપી આશીર્વાદ પ્રાપ્ત થનાર છે.
તેમજ સમાજ સેવાના અનેક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેનાર છે. કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા , રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા , પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક , જીલ્લા અગ્રણી ધવલભાઈ દવે, ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા , ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા , ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા (જેતપુર), ધારાસભ્ય ગીતાબા જાડેજા (ગોંડલ) ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા (જુનાગઢ), ઉદ્યોગપતિ પુનિતભાઈ ચોવટીયા (યુનિટી સિમેન્ટ), અમૃતભાઈ ભાદરીયા (રવિ ટેક્નોફોર્જ) હકુભા વાળા (રવિરાજ ગ્રીન એનર્જી), એલ્વીશભાઈ ડેડાણીયા (ટ્રસ્ટી .મિરેકલ સ્કુલ ઉપલેટા), અશોકભાઈ શેઠ (સેવાભાવી અગ્રણી.ઉપલેટા )અમિતભાઈ શેઠ ( નગર શેઠ. ઉપલેટા ) ગુણવંતભાઈ રાણીગા (સામાજિક આગેવાન) મયુરભાઈ સુવા (પૂર્વ પ્રમુખ ન.પા.ઉપલેટા) દેવેનભાઈ ધોળકિયા ( પ્રમુખ. સોના ચાંદી એસોસિયેશન ઉપલેટા ) કરણભાઈ ગોંધિયા ( વેપારી અગ્રણી) જેવા અનેક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેનાર છે.
આ વહાલુળીના વિવાહ ના આયોજન ને સફળ ઓપ આપવા માટે જયેશભાઈ ત્રિવેદી, નીલુભાઈ ગોંધિયા, ભાદાભાઇ બોરખતરીયા, ભાવેશભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, જગદીશભાઈ પૈડા, સતીશભાઈ સોજીત્રા, મનુભાઈ બારોટ, કાનાભાઈ ચનાબાબરા જહેમત ઉઠાવી રહ્યા છે.


