- સોશિયલ મીડિયા પર સિકંદર રઝાના વર્તનની નિંદા
- ICC એ સિકંદર રઝાને આપી કડક સજા
- સિકંદર રઝા પર બે T20 મેચો પર પ્રતિબંધ
ઝિમ્બાબ્વેએ આયર્લેન્ડ સામેની ત્રણ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ રોમાંચક રીતે જીતી લીધી છે. યજમાન ટીમે આ મેચ છેલ્લા બોલ પર જીતી લીધી હતી. આ મેચમાં જીત સિવાય એક વિવાદ પણ સામે આવ્યો હતો, જેની ઘણી ટીકા પણ થઈ હતી.
સિકંદર રઝાની આયર્લેન્ડના ખેલાડીઓ સાથે ઝપાઝપી
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાની આયર્લેન્ડના ખેલાડીઓ સાથે ઝપાઝપી થઈ હતી. સિકંદર રઝા કર્ટિસ કેમ્ફર સાથે ઝઘડતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો અને રઝાના વર્તનની નિંદા પણ કરવામાં આવી હતી.
ICCએ આપી કડક સજા
વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે સિકંદર રઝા આગળ વધે છે અને કર્ટિસ કેમ્ફરને મારવા માટે પોતાનું બેટ બતાવે છે. આ દરમિયાન બંને અમ્પાયરો આવીને બંનેને અલગ કરી દે છે. ICCએ આ કેસ પર પોતાની નજર તીખી રાખી હતી અને સિકંદર રઝાને ભારે સજા આપી હતી.
2 મેચ રમવા પર પ્રતિબંધ
ICC એ સજા તરીકે સિકંદર રઝા પર બે T20 મેચો પર પ્રતિબંધ મૂક્યો હતો. મતલબ કે તે હવે આયર્લેન્ડ સામેની શ્રેણીની છેલ્લી બે મેચમાંથી બહાર થઈ ગયો છે. બીજી T20 મેચમાં ઝિમ્બાબ્વેની કપ્તાની સીન વિલિયમ્સને આપવામાં આવી હતી. રઝાને પણ બે ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા છે. મામલો અહીં પૂરો ન થયો અને તેના પર તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો.
આઇરિશ ખેલાડીઓને પણ અપાઇ સજા
આ કેસમાં સામેલ બે આઇરિશ ખેલાડીઓ કર્ટિસ કેમ્ફર અને જોશ લિટલને પણ સજા કરવામાં આવી હતી. બંનેને 1-1 ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા. આ સિવાય બંનેની 15-15 ટકા મેચ ફી પણ કાપવામાં આવી હતી. આ રીતે ICCએ બંને પક્ષોને કડક સજા આપી છે. સિકંદર રઝાના વર્તનની ઘણી ટીકા થઈ હતી.


