- શહેરનો સિંધુ ભવન રોડ લાઈટિંગથી ઝળહળી ઊઠયો
- અમદાવાદ – ગાંધીનગર રોડ પર અવનવી લાઈટિંગ
- સિંધુ ભવન રોડ પર વાહનચાલકો વિડિયો ઉતાર્યા
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના ઉદ્ઘાટનને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ગાંધીનગર અને અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ગાંધીનગર થી અમદવાદ સુધીના માર્ગો પર રંગબેરંગી રોશનીનો ઝગમાગાટ કરવામાં આવ્યો છે. અમદાવાદ – ગાંધીનગર પર અત્યારે સમગ્ર વિશ્વની નજર છે ત્યારે આ વાયબ્રન્ટ માહોલમાં અમદાવાદીઓ વાયબ્રન્ટ મુડમાં આવી ગયા લાગે છે. શહેરમાં ઠેર ઠેર લાઈટિંગ અને રોશનીનો નજારો માણવા અમદાવાદીઓ ઉમટી પડ્યાં છે.
સિંધુ ભવન રોડ પર રોશની
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ને લઈને અમદાવાદને દુલ્હનની જેમ શણગારાયુ છે ત્યારે અમવાદના પોશ વિસ્તાર એવા સિંધુ ભવન રોડ ઉપર લાઈટોની રોશનીથી ઝળહળી ઉઠયો છે. અમદાવાદીઓએ આ વાયબ્રન્ટ નજારાને પોતાના કેમેરામાં કેદ કરવા અને આ વાયબ્રન્ટ નજારાને માણવા માટે લોકો પરિવાર સહિત આ લાઈટીંગને નીહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં છે.
વાહનચાલકો રોશનીના વિડીયો ઉતાર્યા
અમદાવાદ-ગાંધીનગરના વિવિધ રસ્તાઓ ઉપરથી પસાર થાવ તો આ રોશનીનો અદ્ભુત નજારો જોઈને ચકાચોંધ રહી જશો. રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોએ આ રંગબેરંગી લાઈટિંગની રોશનીના વિડીયો ઉતાર્યા હતા.
35 દેશોના મહેમાનો ગુજરાત આવશે
વાયબ્રન્ટ સમિટ 2024 સમિટની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં થઈ ગઈ છે. વાયબ્રન્ટ ગુજરાતમાં 35 દેશોના વિદેશી મહેમાનો આવનાર છે. વાયબ્રન્ટ ગુજરામાં આવનારા દેશ-વિદેશના ઈન્વેસ્ટરોની સાથે તેમના ડેલિગેશન પણ ગુજરાતમાં આવવાના છે. તેમના સ્વાગત અને ગુજરાતની આન-બાન-શાનનો નજારો જોઈને દેશ-વિદેશના ડેલિગેશન અચંબિત રહી જશે.
જાહેર જનતા માટે વાયબ્રન્ટ ખુલ્લો રહેશે
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 તારીખ 10 જાન્યુઆરી અને તારીખ 11 જાન્યુઆરીના રોજ બિઝનેસ વિઝિટર્સ માટે અને તારીખ 12 જાન્યુઆરી અને તારીખ 13 જાન્યુઆરીના રોજ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.


