- સિંગાપુરમાં કસિનોમાં એક શખ્સ કરોડો જીત્યા બાદ હાર્ટએટેકમાં મોત થયું
- આટલા બધા પૈસા જીતવાની ખુશી સહન ન થઈ શકી
- શખ્સને હાર્ટએટેક આવ્યા બાદ હોબાળો થયાનો વીડિયો વાયરલ
એવું કહેવાય છે કે ખુશી થવા પર આંખોથી આંસુ છલકાઈ પડતા હોય છે. પરંતુ એક શખ્સ એટલો રાજી થયો કે તેના હૃદયના ધબકારા અટકી ગયા હતા. આ ઘટના સિંગાપુરની છે. સિંગાપુરના એક જુગારખાનામાં શખ્સે એટલા બધા પૈસા જીત્યા અને આની ખુશી સહન ન થઈ શકી. અને તેને હાર્ટએટેક આવી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના 22 જૂનના રોજ સિંગાપુરના મરિના બે સેંડસ કેસિનોમાં બની હતી.
કેસિનોમાં હોબાળો થયાનો વીડિયો વાયરલ
મળતી માહિતી મુજબ, તે વ્યક્તિએ 3.2 મિલિયન પાઉન્ડ (એટલે કે અંદાજે 33 કરોડ રૂપિયા)નો જેકપોટ જીતતાની સાથે જ હવામાં કૂદવાનું શરૂ કર્યું અને મુક્કાઓ ફેંકવાનું શરૂ કર્યું. પરંતુ, બીજી જ ક્ષણે તે બેભાન થઈ ગયો અને જમીન પર પડ્યો. આ દરમિયાન કેસિનોમાં હાજર લોકો અને કર્મચારીઓમાં હોબાળો મચી ગયો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં પુરુષની સાથે રહેલી મહિલા જોર જોરથી રડતી અને મદદ માટે વિનંતી કરતી જોઈ શકાય છે.
હોસ્પિટલમાં દાખલ
ઘટના પછી, કેસિનો સ્ટાફ તરત જ એક્શનમાં આવી ગયો અને તે વ્યક્તિને તબીબી સહાય પૂરી પાડવાનો પ્રયાસ કર્યો. વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. વ્યક્તિના મૃત્યુને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ ઉડાવવામાં આવી હતી, જેને કેસિનોના પ્રવક્તાએ નકારી કાઢી છે. પ્રવક્તાએ કહ્યું કે, આ પ્રકારના અહેવાલોએ વ્યક્તિના પરિવારને કેટલી તકલીફો પહોંચાડી છે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. આ કેસિનોની માલિકી અને સંચાલન નેવાડા સ્થિત કંપની લાસ વેગાસ સેન્ડ્સ દ્વારા કરવામાં આવે છે. આ કંપનીએ ગયા વર્ષે 10.4 બિલિયન ડોલરની આવક મેળવી હતી.
પણ જાણો
અત્રે એ પણ જણાવી દઈએ કે, અગાઉ 2021માં અમેરિકાના મિશિગનમાં પણ આવી જ ઘટના બની હતી. અહીં એક વ્યક્તિ બીચ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો, તેના ખિસ્સામાં વિજેતા ટિકિટ હતી. અમેરિકામાં અન્ય એક ઘટનામાં, લાસ વેગાસના બ્લેકજેક ટેબલ પર બેઠેલા એક વ્યક્તિને કાર્ડિયાક અરેસ્ટ થયો. તાજેતરમાં એક ભારતીયે દુબઈમાં 2.25 કરોડ રૂપિયાનો જેકપોટ જીત્યો હતો.


