- દારૂના નશામાં રહેલા વ્યક્તિએ પોલીસને માર્યો હતો મુક્કો
- મુક્કો વાગ્યા બાદ પોલીસ અધિકારી એક મિનિટ માટે બેભાન થઈ ગઈ
- પીડિતાની યાદશક્તિમાં ઘટાડો અને ગંભીર માથાનો દુખાવો
સિંગાપોરમાં ભારતીય મૂળના વ્યક્તિને 5 અઠવાડિયાની જેલની સજા એક કોર્ટે ફટકારી છે. આ વ્યક્તિ પર દારૂના નશામાં સિંગાપોર પોલીસને મુક્કો મારવાનો આરોપ છે. આ વ્યક્તિનું નામ દેવેશ રાજ રાજસેગરન હોવાનું જાણવા મળ્યું છે અને તેની ઉંમર આશરે 24 વર્ષ જેટલી છે. ઘટનાની વાત કરીએ તો દેવેશે નશાની હાલતમાં 10થી વધુ લોકોની ભીડમાં દલીલ કરતી વખતે સિંગાપોરના એક પોલીસ અધિકારીને મુક્કો માર્યો હતો.
એક રિપોર્ટ મુજબ, એક જ મુક્કો એટલો જોરદાર હતો કે અધિકારી ઓછામાં ઓછી એક મિનિટ માટે બેભાન થઈ ગયો હતો અને તેની યાદશક્તિ થોડા દિવસો સુધી પ્રભાવિત થઈ. 24 વર્ષીય દેવેશ રાજને મંગળવારે પાંચ સપ્તાહની જેલની સજા સંભળાવવામાં આવી હતી. આ વર્ષે માર્ચમાં દેવેશને ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારે હવે દેવેશ સજા વિરુદ્ધ અપીલ કરશે.
શું છે સમગ્ર કેસ?
કોર્ટના જણાવ્યા અનુસાર પીડિતા એ ચાર પોલીસ અધિકારીઓમાંની એક હતી, જેમને 25 જૂન, 2022ના રોજ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટના સર્ક્યુલર રોડ પરના વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાંના એક સભ્યએ સવારે 3 વાગ્યાની આસપાસ તેમને જાણ કરી હતી કે 10થી વધુ લોકો દલીલ કરી રહ્યા છે. આ પહેલા દેવેશ અને તેનો મિત્ર ઈશ્વર રવિ નજીકમાં જ દારૂ પીતા હતા. જ્યારે પોલીસ આવી ત્યારે તેઓએ દેવેશ અને ઈશ્વર સહિતના લોકોના જૂથને સરક્યુલર રોડ પર હંગામો મચાવતા જોયા. અધિકારીઓ, જેઓએ તે સમયે ફ્રી ડ્રેસમાં હતા અને જૂથનો સંપર્ક કર્યો, ત્યારબાદ પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી. જ્યારે પીડિતા અને અન્ય અધિકારી જૂથના એક સભ્યની મુલાકાત લઈ રહ્યા હતા, ત્યારે દેવેશ તે વ્યક્તિનો સામનો કરવા તેમની પાસે ગયો અને થોડી જ ક્ષણમાં દેવેશે એક મુક્કો માર્યો, જે પોલીસ અધિકારીના માથાની ડાબી બાજુએ વાગ્યો.
3 લાખથી વધુનો થયો દંડ
કોર્ટના દસ્તાવેજો અનુસાર પીડિતાને મુક્કો માર્યો ત્યારે આરોપી નશામાં હતો. આરોપીના મુક્કાના પરિણામે પીડિતા ઓછામાં ઓછી એક મિનિટ માટે બેભાન થઈ ગઈ હતી. બાદમાં અધિકારીને એમ્બ્યુલન્સ દ્વારા સિંગાપોર જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પીડિતાને હોસ્પિટલમાં દાખલ થવાની સાત દિવસની રજા આપવામાં આવી હતી અને ઘટના પછી ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી તેની યાદશક્તિમાં ઘટાડો અને ગંભીર માથાનો દુખાવો થતો હોવાનું નોંધાયું હતું. ઈજા પહોંચાડવા બદલ દેવેશને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને SGD5,000 (આશરે રૂ. 3.08 લાખ) દંડ અથવા બંને ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.


