આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ યોગાભ્યાસનું આયોજન થયું હતું. જેમાં શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા જીજાબાઇ સ્વિમિંગ પુલ ખાતે શહેરની બહેનોએ સ્વિમિંગ કરતાં કરતાં યોગાભ્યાસ કર્યો હતો.
શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગારમાં ૨૦ વર્ષથી ૬૫ વર્ષ સુધીની વય જૂથની ૫૦ જેટલી મહિલાઓ પાણીની અંદર “એકવા યોગા કર્યા હતા. યોગ પ્રોટોકોલમાં દર્શાવ્યા મુજબના વિવિધ આસનો ઉપરાંત ઊભા રહીને કરવાના આસનો, બેસીને કરવાના આસનો, ઊંધા સુઈને તેમજ સીધા સૂઈને કરવાના આસનોનો સમાવેશ કરાયો હતો. “એકવા યોગા સવારે ૭:૦૦ કલાકેથી શરૂ થશે અને સતત ૪૫ મિનિટ સુધી પાણીમાં રહીને એકવા યોગા’ કરવામાં આવ્યા હતાં. યોગા કોચ આરતી માંડલીયાના માર્ગદર્શન હેઠળ એકવા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલાઓ દ્વારા કરવામાં આવનાર “એકવા યોગા’ કાર્યક્રમ નિહાળવા શહેરભરની મહિલાઓ ઉત્સાહભેર જોડાય હતી. આ તકે શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રમિલાબેન સાકરિયા, બાગ અગીયા અને ઝુ સમિતિ મેરમેન સોનલબેન સેલારા, સ્ટેન્ડિંગ કમિટી સભ્યો દસાબેન વસાણી, રૂચીતાબેન જોશી, ભારતીબેન પરસાણા, મંજુબેન કુંગશીયા, જ્યોત્સનાબેન ટીલાળા અને વર્ષાબેન રાણપરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


