મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિ. કમિશનરની જાહેરાત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની,રાજકોટ રાજપથ લી.(SPV)દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ સિટી બસ તથા બી.આર.ટી.એસ. બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.તા.૧૫-૧૧-૨૦૨૩ બુધવારના રોજ “ભાઇબીજ” નિમિત્તે આ બંને બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે “ભાઇબીજ” નિમિત્તે “ફ્રી બસ સેવા” પુરી પાડવા નક્કી કરવામાં આવેલ છે.”ભાઇબીજ”તા.૧૫-૧૧-૨૦૨૩ને બુધવારના રોજ હોય જેથી એ દિવસ દરમ્યાન કોઇપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત મહિલા-સ્ત્રીમુસાફરો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે તેમ મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
“ભાઈબીજ”ના દિવસે મહિલાઓ-સ્ત્રીઓ સિવાય ભાઇઓ/પુરૂષ મુસાફરો એ તેઓની મુસાફરી અન્વયે રાબેતા મુજબ જ નિયત દરનીટીકીટ લેવાની રહેશે.તેમજ બહોળી સંખ્યામાં મહિલા-સ્ત્રી મુસાફરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા પદાધિકારીઓ તથા મ્યુનિ. કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.