- રાજકોટ અગ્નિકાંડને લઈ રાજયસરકાર દ્રારા SITની રચના કરવામાં આવી છે
- 10 દિવસમાં રિપોર્ટ તૈયાર ન થતા મંગાયો વધુ સમય
- હજુ પણ કેટલાક અધિકારીઓના નિવેદન લેવાના બાકી
રાજકોટ અગ્નિકાંડને લઈ રાજયસરકાર દ્રારા SITની રચના કરવામાં આવી છે,આ SIT દ્રારા અલગ-અલગ અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા છે તેમજ ઘણા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે,રાજય સરકાર દ્રારા SITને લઈ ટીમનુ નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના વડા તરીકે સુભાષ ત્રિવેદી છે,રાજય સરકારા દ્રારા 10 દિવસમાં રીપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી હતી,પરંતુ આ રીપોર્ટ 10 દિવસ કરતા વધુ સમય માંગી શકે છે કેમકે જે રીતે તપાસ ચાલે છે તેમાં કોઈ પણ છેડછાડ ચલાવી લેવામાં આવશે નહી માટે 10 દિવસમાં રીપોર્ટ તૈયાર થવાની શકયતા નહીવત છે.
પોલીસ સામે હજી ગુનો નથી નોંધાયો
TRP ગેમઝોન આગકાંડ મામલે પોલીસની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં એક પણ પોલીસને જવાબદાર ઠેરવવામાં આવ્યો નથી. પોલીસ અધિકારીઓને ક્લીન ચીટ મળી છે. પોલીસ માત્ર ટિકિટ વહેંચણી માટે મંજૂરી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસ વિભાગની ટિકિટની મંજૂરી હોવાથી ઘટના સાથે લેવાદેવા ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસનાં એકપણ અધિકારી સામે ગુનો નહી નોંધાય. તેમજ પોલીસ અધિકારીઓનાં નિવેદન લઈને જવા દેવાયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજકોટની ઘટનાની માહિતી મેળવી હતી
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલાને લઈ ગત રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજકોટની મુલાકાત લીધી હતી. તેમજ રાજકોટ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ અગ્નિકાંડ મામલે સમગ્ર હકીકતની જાણકારી મેળવી હતી. તેમજ બેઠક દરમ્યાન અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા.
DGP વિકાસ સહાય પૂછપરછ કરી
મહાનગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા, જવાબદારી અને અમલવારી અંગે નિવેદન લેવામાં આવ્યા છે. SIT તપાસમાં કોઇ વિક્ષેપ ન પડે માટે તપાસ ગુપ્ત રખાઇ છે. ત્રીજા તબક્કામાં અન્ય સંબંધિત અધિકારીઓને તપાસ માટે બોલાવાશે. રાજકોટ અગ્નિકાંડ બદલી પામનારા IAS અને IPSની પૂછપરછ કરાઈ છે. DGP વિકાસ સહાય પૂછપરછ હાથ ધરશે. પોલીસ ભવન ખાતે તમામ અધિકારીને બોલાવ્યા છે. 2021 થી અત્યાર સુધી તત્કાલિન ફરજ પરના અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. પૂછપરછ માટે વિશેષ પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે. રાજકોટ TRP ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટના અંગે એક બાદ એક નવી માહિતીઓ સામે આવી રહી છે.


