કોરોના બાદ એકવાર ફરી ચીનમાં નવો વાયરસ આવ્યો છે. આ વાયરસનું નામ હ્યુમન મેટાન્યૂમો છે. HMPV વાયરસથી ચીનમાં સ્થિતિ બગડવા લાગી છે. વુહાનમાં સ્કૂલો બંધ કરી દીધી હોવાનું જાણવા મળ્યુ છે. આ 10 દિવસમાં HMPVમાં ઘણા વધ્યા છે. બાળકોમાં વધતા મામલાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનમાં વાયરસથી હડકંપ મચ્યો છે. એન્ટીવાયરલ ડ્રગની પણ ઉણપ વર્તાઇ છે. એન્ટી વાયરલ ડ્રગ્સની બ્લેક માર્કેટીંગ શરૂ થઇ ગયુ છે. જો કે એન્ટીવાયરલ ડ્રગ 41 ડોલરમાં વેચાઇ રહ્યું છે. વાયરસના વધતા મામલાને ધ્યાનમાં રાખીને WHO ટેન્શનમાં આવી ગયુ છે. તેણે ચીન પાસેથી HMPV વાયરસની સંપૂર્ણ જાણકારી માગી છે. ચીન હજુ સુધી HMPV વાયરસ મામલે જાણકારી છુપાવી રહ્યું છે.
600 થી વધુ કેસ મળી આવ્યા
HMPV વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત, મલેશિયા, જાપાન, કઝાકિસ્તાનમાં કેસ વધી રહ્યા છે. બ્રિટનમાં પણ ચેપ ફેલાઈ રહ્યો છે. ચીનના આ નવા વાયરસને કારણે સમગ્ર સ્પેનમાં અરાજકતા છે. સ્પેનની હોસ્પિટલોની બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્પેનના એલીકેન્ટમાં ‘ઈન્ફ્લુએન્ઝા A’ના 600 થી વધુ કેસ મળી આવ્યા છે.
ભારતમાં 5 રાજ્યોમાં અત્યાર સુધીમાં કેટલા કેસ?
ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 5 રાજ્યોમાં 8 કેસ મળી આવ્યા છે. મહારાષ્ટ્રમાં 2 કેસ મળી આવ્યા છે. અહીં એક 13 વર્ષની છોકરી અને 7 વર્ષનો છોકરો સંક્રમિત જોવા મળ્યો હતો. બંને બાળકોને તાવ આવ્યા બાદ આ વાયરસનો ચેપ લાગ્યો હતો. કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ કેસ મળી આવ્યા છે. કેન્દ્ર સરકાર આ વાયરસને લઈને એલર્ટ છે. રાજ્યોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
ક્યાં અને કેટલા દર્દીઓ મળ્યા
| રાજ્ય | કેસ ચેપ |
| કર્ણાટક | 2 બંને બાળકો |
| ગુજરાત | 1 બાળક |
| પશ્ચિમ બંગાળ | 1 બાળક |
| તમિલનાડુ | 2 બંને બાળકો |
| મહારાષ્ટ્ર | 2 બંને બાળકો |
કેન્દ્ર સરકારે રાજ્યોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને શ્વસન સંબંધી રોગો માટે દેખરેખ વધારવા અને HMPV ના નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાની સલાહ આપી છે. સોમવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ડિજિટલ બેઠક યોજી હતી.


