- યુવકને ધક્કો મારી સળગતા ચૂલામાં નાંખતા દાઝી ગયો હતો : પોલીસે તપાસ હાથ ધરી
- માતાજીના મંદિરે માનતા પુરી કરવા ગયા હતા અને ત્યાં બધા સાથે પ્રસાદ જમવા બેઠા હતા
- વિજયભાઈના દિકરા મેહુલને સળગતા ચુલામાં ધક્કો મારતાં તે દાઝી ગયેલ
પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીક બાલારામ પાસે આવેલ ધાર્મિક સ્થળ પર માનતા પુરી કરવા આવેલા બે પરિવારો વચ્ચે થયેલા ધિંગાણામાં પોલીસે છ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.ધાણધા ગામના વિજયભાઈ મણાભાઈ પટણી તેમના કુંટુંબી ભાઈઓ સાથે બાલારામ નજીક આવેલ દેવડાની દેવી માતાજીના મંદિરે માનતા પુરી કરવા ગયા હતા અને ત્યાં બધા સાથે પ્રસાદ જમવા બેઠા હતા. તે વખતે સિધ્ધપુરના લાલપુર ગામના રાકેશભાઈ ભરતભાઈ પટણી તથા અજયભાઈ ભરતભાઈ પટણી સહીતના લોકો મંદિરે પલ્લી ભરવા આવેલા હતા અને વિજયભાઈની બાજુમાં પ્રસાદ જમીને પાણી છાંટતા હોઈ છાંટા ઉડતા વિજયભાઈએ પાણી છાંટવા બાબતે કહેવા જતાં ઉપરોક્ત ઈસમો સહિતના ટોળાએ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી ધારીયા વડે હુમલો કરી માથામાં ધારીયુ મારી અને નરેશભાઈ ભરતભાઈ અને ઈશ્વરભાઈ પ્રહલાદભાઈ પટણીએ વિજયભાઈના દિકરા મેહુલને સળગતા ચુલામાં ધક્કો મારતાં તે દાઝી ગયેલ તેમજ શૈલેશભાઈ પ્રહલાદભાઈ પટણીએ કનુભાઈને માથામાં ધારીયુ મારી જાનથી મારવાની કોશિષ કરી અને પ્રવિણભાઈને હાથ ઉપર ધારીયુ મારી અને કુટુંબના બીજા માણસોને ધોકા તથા ગડદાપાટુનો માર મારીધમકી આપી હોવાની ફરિયાદ વિજયભાઈએ પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી. તેની સામે વિરૂધ્ધ પક્ષે નોંધાવેલ ફરિયાદ અનુસાર નિરલીબેન અજયભાઈ પટણીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર મણાભાઈએ અજયભાઈને માથામાં લોખંડનો તાવીતો મારી અને અન્ય આરોપીઓ સાથે મળી ગડદાપાટુનો માર મારી ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.


